અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવોઃ કેમ અંદર સુધી ખીચોખીચ ભરાયું પોલીસ મથક?

શક્તિસિંહ રાજપુત.અંબાજી: દાંતા તાલુકો ગુજરાતના સૌથી પછાત તાલુકાઓ પૈકીનો એક છે. આ તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં નાના મોટા 180 કરતાં પણ વધુ…

gujarattak
follow google news

શક્તિસિંહ રાજપુત.અંબાજી: દાંતા તાલુકો ગુજરાતના સૌથી પછાત તાલુકાઓ પૈકીનો એક છે. આ તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં નાના મોટા 180 કરતાં પણ વધુ નાના-મોટા ગામો આવેલા છે આ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે. છેલ્લા 2-3 મહિનાથી વન વિભાગ દ્વારા કોટેશ્વર વિસ્તારમાં વન વિભાગની જગ્યા ઉપર થયેલા દબાણ દૂર કરાયા હતા. ત્યારબાદ કોટેશ્વર ખાતે પણ દબાણને લઈને તમામ 72 દુકાનો પણ બંધ રહી હતી, ત્યારબાદ 25 ઓગસ્ટના રોજ વન વિભાગ દ્વારા પોલીસ કાફલા સાથે ગબ્બર પાછળના વિસ્તારમાં ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અંતર્ગત જગ્યામાં થયેલા દબાણ દૂર કરાયા હતા. જેમાં સૌથી વધુ દબાણ આદિવાસી સમાજના હતા. આદિવાસી લોકોના સતત દબાણ દૂર થતાં શનિવારે મોટી સંખ્યામાં વિવિધ વિસ્તારોમાંથી આદિવાસી સમાજના આગેવાનો બેડા પાણી ગામે એકઠા થયા હતા અને લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ જે 18 લોકોના દબાણ દૂર કરાયા હતા જે તમામ પરિવારો અંબાજી પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને ધરણા કર્યા હતા અને તેમની મુખ્ય માંગ હતી કે વન વિભાગના અધિકારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અથવા અમારી સામે ગુનો નોંધીને અમને જેલમાં પૂરવામાં આવે.

લોકોએ પોલીસ સ્ટેશનને ખીચોખીચ ભરી દીધું

અંબાજી આસપાસના ગામોના સરપંચ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન અંબાજી પોલીસ મથકનો તેમણે એવો ઘેરાવો કર્યો હતો કે પોલીસની સામે ન્યાયની આસાઓ લગાવીને મોટી સંખ્યામાં આંખો જોઈ રહી હતી. જેમાં નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ તથા યુવાનો પણ હતા. આટલી મોટી માત્રામાં પોલીસ સામે લોકો આવી જતા પોલીસ માટે પણ આ ક્ષણ ચિંતાજનક બની હતી. લોકોએ પોલીસ સ્ટેશનને બહારથી લઈ અંદર સુધી ખીચોખીચ ભરી દીધું હતું. એટલી ભીડ જામી કે આવવા જવામાં પણ તકલીફ ઊભી થવા લાગી હતી.

Aravalli News: પ્રેમસંબંધમાં પિતા-પુત્રનો ભોગ લેવાયોઃ અરવલ્લીમાં પુત્રના પ્રેમ પ્રકરણમાં પિતાનો પણ જીવ ગયો

5 કલાક સુધી તંત્રને પરસેવો છૂટી ગયો

આદિવાસી જન કલ્યાણ વિકાસ સંગઠનના પ્રમુખ દામા રાજેશકુમાર રામાભાઇ અને તેમની સાથે વિવિધ વિસ્તારમાંથી આવેલા અને વિવિધ ગામોથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો ગબ્બર પાછળના વિસ્તારમાં જે લોકોના દબાણ દૂર કર્યા હતા તે ઘરોની અને તે લોકોની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે પોલીસ વિભાગને ચેતવણી આપી હતી અને ત્યારબાદ તમામ લોકો અંબાજી પોલીસ મથકે આવ્યા હતા અને અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સમગ્ર અંબાજી પોલીસ સ્ટેશન આદિવાસી સમાજ અને કોટેશ્વરના વિવિઘ સમાજના લોકોથી ભરાઈ ગયું હતું. થોડા સમયમાં વન વિભાગના અધિકારી મહેન્દ્રસિંહ વાઘેલા આવ્યા હતા અને તેમને પણ આદિવાસી સમાજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આમ પાંચ કલાકથી વધુ સમયથી અંબાજી પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજ મક્કમતાથી ન્યાય માટે બેઠા હતા. મહિલાઓ નાના બાળકો સાથે પુરુષો પણ અંબાજી પોલીસ સ્ટેશનમાં આવીને ન્યાય માટે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લાથી ડીવાયએસપી, અંબાજી પીઆઈ, પીએસઆઇ, પોલીસ કર્મચારીઓ અને વન વિભાગના અધિકારીઓ પણ અંબાજી પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.

આવનારા સમયમાં દાંતા ધારાસભ્ય મુલાકાત લે તેવી શક્યતા

દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિ ખરાડી હાલમાં ઉદયપુર ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં ગયેલા છે. તે કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ દાંતા તાલુકાના આદિવાસી સમાજના લોકોની મુલાકાત લે તેવી શક્યતા દેખાઈ રહી છે.

    follow whatsapp