સુરતમાં ક્ષય વિભાગના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, સમાન કામ વેતન સહિતની માગ કરી

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આંદોલનોનો મારો ચાલ્યો છે. હવે સુરતમાં પોતાની વિવિધ પડતર માગણીઓ સાથે ક્ષય વિભાગના કર્મચારીઓ…

gujarattak
follow google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આંદોલનોનો મારો ચાલ્યો છે. હવે સુરતમાં પોતાની વિવિધ પડતર માગણીઓ સાથે ક્ષય વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરાયું છે. અત્યારે તબીબો હડતાળ પર બેસી ગયા છે. આ દરમિયાન કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ સમાન કામ અને વેતનની માગ સાથે હડતાળ કરી રહ્યા છે. જેના આધારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા સરકારને વધુ એક પડકારનો સામનો કરવો પડશે.

ક્ષય વિભાગના કર્મચારી હડતાળ પર…
સમાન કામ અને સમાન વેતનની માગ સાથે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન ક્ષય વિભાગમાં કાર્યરત કર્મચારીએ પોતાની વિવિધ માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કર્મચારીઓએ યોગ્ય પગલા નહીં ભરાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરી હડતાળ પર રહેવાનું પગલું ભર્યું છે.

તબીબો હડતાળ પર બેઠા…
સુરતામાં ક્ષય વિભાગના ડોકટરો દ્વારા પગાર વધારો તેમજ પેટ્રોલ એલાઉન્સ સહિતની વિવિધ માગ કરાઈ રહી છે. જેના પગલે તેમણે 16 તારીખે આવેદન આપ્યું હતું, જેનો નિર્ણય નહીં આવતા અચોક્કસ મુદત સુધી તેઓ હડતાળ પર ઉતરી આવ્યા છે.

    follow whatsapp