GUJARAT ના પ્રતિષ્ઠિત ડોક્ટરે આત્મહત્યા કરી, ભાજપના સાંસદનું નામ આવ્યું

ભાર્ગવી જોશી/જૂનાગઢ : વેરાવળમાં નામાંકિત ડોકટર અતુલ ચગે પોતાની જ હોસ્પિટલના ઉપરના માળે જઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ગીર સોમનાથ જિલ્લામાં અરેરાટી…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ : વેરાવળમાં નામાંકિત ડોકટર અતુલ ચગે પોતાની જ હોસ્પિટલના ઉપરના માળે જઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ગીર સોમનાથ જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઇ છે. એક ચર્ચા અનુસાર આ ઘટનામાં મોટી રકમ તેમજ આર્થિક લેવડદેવડના કારણે થઇ હોવાનો ઘટસ્ફોટ થઇ રહ્યો છે.

ચગે ગીરસોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતાનું નામ લખ્યું
ડોકટર ચગે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ કરી હતી. જેમાં મોટા ગજાના રાજકીય આગેવાનોના કારણે આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ હાલ તો સુસાઇડ નોટ કબ્જે કરીનેત પાસ ચલાવી રહી છે. આ ઉપરાંત ફરિયાદ દાખલ કરીને અન્ય કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

સાંસદ સાથેની આર્થિક લેવડ દેવડમાં આત્મહત્યા કરી હોવાની આશંકા
ડૉ. અતુલ ચગે લખેલી સુસાઇડ નોટમાં નારાયણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમના કારણે જ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરીને તપાસ આદરી છે. શહેરના નામાંકિત તબીબની આત્મહત્યામાં રાજકીય આગેવાનનું નામ સામે આવતા ચકચાર મચી છે.

હાલ તો પોલીસે તપાસ શરૂ કરી, ભાજપ નેતાના નામથી ચકચાર
શહેરમાં વાયરલ થયેલ સ્યુસાઈડ નોટમાં જૂનાગઢ અને ગીર સોમનાથ સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણ ચુડાસમાના નામ આવતા હોબાળો મચ્યો છે. કોઈ મોટી રકમની લેવડદેવડ મામલે ડોકટર ચગે આત્મહત્યા કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. વેરાવળના એસટી વિસ્તારમાં તેમની હોસ્પિટલ આવેલી છે. ડોકટર એક જાણીતા તબીબ હોવાના કારણે પ્રતિષ્ઠિત હતા. સારી નામના ધરાવતા હોવા છતાં આ પગલું ભર્યું તેથી લોકોમાં શોકની લાગણી ફેલાઇ છે. પોતાની હોસ્પિટલમાં જ ઉપરના માળે જઈ ગળેફાંસો ખાઇ આપઘાત કયોઁ હતો.

    follow whatsapp