VIDEO: શોભાયાત્રામાં અંબાડી ઉપરની છત્રી વાયરને અડતા કરંટ લાગ્યો, ગભરાયેલા હાથીએ દોટ મૂકી

કામિની આચાર્ય/મહેસાણા: કડીના વિડજમાં ગોગા મહારાજની શોભાયાત્રા દરમિયાન એક જીવલેણ દુર્ઘટના થતા થતા રહી ગઈ. જેમાં કાહવાના ગોગા મહારાજની મૂર્તિને 5 ઓક્ટોબરે કાશી ગંગા સ્નાન…

gujarattak
follow google news

કામિની આચાર્ય/મહેસાણા: કડીના વિડજમાં ગોગા મહારાજની શોભાયાત્રા દરમિયાન એક જીવલેણ દુર્ઘટના થતા થતા રહી ગઈ. જેમાં કાહવાના ગોગા મહારાજની મૂર્તિને 5 ઓક્ટોબરે કાશી ગંગા સ્નાન કરવા માટે લઈ જવાઈ હતી. કાશી વિશ્વનાથમાં મૂર્તિનો અને કાશી વિશ્વનાથ દાદાનો અભિષેક અને યજ્ઞ ભંડારો કરવામાં આવ્યો હતો. 9 ઓક્ટોબરે રાત્રે વિમાન મારફતે ગોગા મહારાજની મૂર્તિને પરત લાવવામાં આવી હતી.

કરંટ લાગતા બધાને નીચે પાડીને દોડ્યો હાથી
જે બાદ 10મી ઓક્ટોબરે શોભાયાત્રા નીકળી કાસવા પહોંચી હતી. દરમિયાન વિડજ નજીક હાથીની અંબાડી ઉપર લગાવેલી છત્રી વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો હતો. જેથી ગભરાઈ ગયેલો હાથી દોડવા લાગ્યો હતો. જેમાં અંબાડી ઉપર બેઠેલા કાહવાના ભુવા અને કનીરામ બાપુ નીચે પટકાયા હતા. જો કે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી અને આગળના કાર્યક્રમ રાબેતા મુજબ યોજાયા હતા.

ઘટનાનો વીડિયો થયો વાઈરલ
આ અંગે અમે કાહવાના ભુવા ભગવાનભાઈ રાજાભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે હાથીની અંબાડી પર રાખેલી છત્રીને કાઢવા જતા સમયે જ તે ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જાય છે. જેના કારણે કરંટ આવતા હાથી ગભરાઈ જાય છે અને ઉપર બેઠેલા ભુવાજી અને બાપુ કનીરામ નીચે જમીન પર પડી જાય છે, એટલામાં ત્યાં રહેલા લોકો દોડીને તેમને પકડી લે છે.

    follow whatsapp