અમદાવાદઃ અમદાવાદમાં ગુજરાત તક દ્વારા યોજાયેલા ગુજરાત બેઠક કાર્યક્રમમાં ગુજરાતી લોક ગાયક આદિત્ય ગઢવીએ ખાસ હાજરી આપી હતી. દરમિયાન મંગળવારે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિત્ય ગઢવીએ કહ્યું હતું કે, અમે એવા કેટલાય દોહા, વાતો વાંચી છે જેમાં રાજાથી પ્રજા સુધી અને પ્રજાથી રાજા સુધી સંવાદ કરવો હોય ત્યારે સંગીત, સાહિત્ય, ધરોહરનો ઉપયોગ કરાતો હતો અને તે રહેશે જ. ગમે તેટલો ટેસ્ટ બદલાય પણ અમારો દુહો જ્યાં ગવાય ત્યાં ગુજરાતનો ગુજરાતી હોય, યુએસ અને યુકેમાં બેસેલો ગુજરાતી હાંકલા અને પડકારા કરે છે. તો આવો જોઈએ આદિત્ય ગઢવીના વિચાર અને સૂર સાથે આજની વિધાનસભા ચૂંટણીનો રંગ.
ADVERTISEMENT
ચાય પે ચર્ચા અને ગઢવીનો દુહો
દરમિયાન હાલમાં રાજકીય પાર્ટીઓ ચા સાથે ચર્ચાઓ, બેઠકો, મુલાકાતોનો દૌર ચલાવે છે ત્યારે તેને લઈને આદિત્ય ગઢવીએ પોતાના સૂર રેલાવતા ગુજરાતી દુહા અને રેપના તાલ સાથે પોતાના તાલ અને પોતાના શબ્દો મીલાવી એક વ્યક્તિ કે જેની સવાર ચાથી થાય અને દિવસ પુરો ચાની ચુસ્કી સાથે થાય છે તેના પર રજૂઆત કરી હતી.
ADVERTISEMENT