સુરતઃ સુરતની વરાછા બેઠક આ વખતે ભારે રાજકીય માહોલ વચ્ચે ચર્ચામાં રહી છે. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આ વખતે પોતાના મતદાન બુથ પર પત્ની સાથે મતદાન કર્યું હતું તે પહેલા તેમણે શિવપુજા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત આપના નેતા અને કુમાર કાનાણીના પ્રતિસ્પર્ધી અલ્પેશ કથિરિયાએ તેમને ખુલ્લી ચેલેન્જ આપીને જીતી બતાવો તેવું કહ્યું હતું.
ADVERTISEMENT
કુમાર કાનાણીનો જન્મ દિવસ પણ…
થોડા દિવસો પહેલા અલ્પેશ કથિરિયાએ પોતાના પ્રતિસ્પર્ધી કુમાર કાનાણી અને ભાજપના ઉમેદવારને જાહેરમાં ચેલેન્જ આપી હતી કે, કાકા જીતી જશો તો તમને માનગઢ ચોક પર ખભે બેસાડીશ. ઉલ્લેખનીય છે કે આજે કુમાર કાનાણીનો બર્થ ડે પણ છે. તેઓ જન્મ દિવસ અને મતદાન દિવસને લઈને આજે સવારે શિવ મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમણે શિવ પુજા કરી હતી અને પછી પોતાના પત્ની સાથે તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા જ્યાં તેમણે અને તેમના પત્નીએ મતદાન કર્યું હતું.
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT