‘પાટીલના પેજ પ્રમુખો પીને સૂઈ ગયા હતા’- પરેશ ધાનાણીએ મતગણતરી પહેલા, જાણો શું કહ્યું- Video

અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષોના ગુજરાતમાં ધમપછાડા થઈ રહ્યા હતા પરંતુ હવે તે દિવસ આવી ગયો છે જે દિવસ પછી માંડ…

gujarattak
follow google news

અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષોના ગુજરાતમાં ધમપછાડા થઈ રહ્યા હતા પરંતુ હવે તે દિવસ આવી ગયો છે જે દિવસ પછી માંડ અમુક નેતાઓ જ ડોકિયું કરતાં દેખાશે. સતત ચૂંટણી પ્રચાર, ચૂંટણીની વાતો, એક્ઝિટ પોલ વગેરે બાબતો પછી હવે આવતીકાલે ગુજરાતમાં કોની સરકાર બનશે તેનો ફેંસલો જનતા આપી દેવાની છે. હવે આ પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ, કેટલીક બાબતો લોકો સમક્ષ મુકી છે. જેમાં તેમણે કહ્યું છે કે મતદાન ઘટ્યું છે, સાહેબનું આકર્ષણ ઘટ્યું છે.

પાટીલના પેજ પ્રમુખો પીને સૂઈ ગયા હતાઃ ધાનાણી
પરેશ ધાનાણીએ મતગણતરી અગાઉના દિવસે કહ્યું કે, આવતીકાલનો સૂર્યોદય કોંગ્રેસના ઉદય સાથે ઉઘવાનો છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલના પેજ પ્રમુખો પી ને સૂઈ ગયા હતા. જેના કારણે મતદાન ઘટ્યું છે, સાહેબનું આકર્ષણ ઘટ્યું છે. ભાજપના કાર્યકર્તાઓએ હાથમાં સાવરણો લઈને કમલમમાંથી કીચડ સાફ કરવાનું કાર્ય કર્યું છે. આ ચૂંટણી જંગ સાતમા આસમાને પહોંચેલા અહંકારને ડામવાનો જંગ હતો. ગુજરાતના લોકો અહંકારીઓ સામે લડ્યા છે.

(વીથ ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp