પંચમહાલઃ ભાજપ ઉમેદવારે પરિણામ પહેલા ડાયરામાં આખી રાત મન મુકી કર્યો જમાવડો, જુઓ તેમની ગાયકી

ગોધરાઃ હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન અને પ્રચાર પ્રસાર પછી નેતાઓ પોતની મન ગમતી એક્ટિવીટિમાં ફરી જોડાયેલા જોવા મળ્યા હતા. તે દરમિયાનમાં હાલમાં ગુજરાતના પંચમહાલ…

gujarattak
follow google news

ગોધરાઃ હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન અને પ્રચાર પ્રસાર પછી નેતાઓ પોતની મન ગમતી એક્ટિવીટિમાં ફરી જોડાયેલા જોવા મળ્યા હતા. તે દરમિયાનમાં હાલમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતેની બેઠક પર ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ મતદાન પછીના દિવસોમાં અને ચૂંટણી પરિણામ પહેલા ડાયરામાં આખી રાત ગાયકી કરતાં અને જમાવડો કરતાં નજરે પડ્યા છે. તેમનો ગીત ગાતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

એક વખત ધારાસભ્ય રહી ચુકેલા કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ મતદાન પુરું થતાં જ રાત્રે ભજન મંડળી કરવા બેસી ગયા હતા. જ્યાં તેમણે આખી રાત ડાયરો કર્યો હતો. ચૂંટણીનો થાક ચહેરા પર દેખાતો ન હતો અને તેમને વિશ્વાસ છે કે તેઓ જીતશે. ફતેસિંહ કાલોલ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રહી ચુક્યા છે અને ડાયરા અને ગાયકી તેમનો શોખ રહ્યો છે. પુરી રાત ભજન કરવા અને લોકોને ભક્તિ સાથે જોડાયેલા રાખવા, સાથે જ ગામના લોકો વ્યસન મુક્ત રહે, ભક્તિમાં લીન રહે તે માટે પોતાના વિસ્તારોમાં ડાયરા અને આખ્યાનના કાર્યકર્મો કરતા હોય છે. તેઓ લોકો ઘણી વખત તેમને આમંત્રિત કરે છે અને તેઓ ભજન ગાવા જતા રહે છે.


(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp