Dwarka News: દ્વારકામાં શાળાના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. બાળકોના અભ્યાસ માટે બનતી શાળામાં ગોબાચારીની ઘટના સામે આવ્યા બાદ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ શિક્ષણ વિભાગના અધિકારીઓને આડેહાથ લીધા હતા અને તાબડતોબ તમામ બાંધકામ તોડી પાડીને ફરીથી નવું બાંધકામ કરવા ઠપકો આવ્યો હતો. શિક્ષણમંત્રીનો સ્થળ પર તપાસ કરતો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
ગ્રામજનોએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભંડેરિયા ગામમાં શાળાનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જોકે આ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગ્રામિણજનોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી. જેને લઈને રાજ્યના નાયબ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને અહીં તેમણે જાતે જઈને તમામ બાંધકામની તપાસ કરી હતી. જેમાં શાળાના કામમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું સામે આવ્યો હતો.
જે બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્થાનિક શિક્ષણ વિભાગના અધિકારીઓને આડે હાથ લીધા હતા. સ્થાનિક શિક્ષકોને ઠપકો આપીને શિક્ષણ મંત્રીએ નબળું કામ તોડી પાડવાનો હુકમ કર્યો હતો અને નવું બાંધકામ કરવાનો આદેશ આપ્યો હતો. કુલ 2.5 કરોડના ખર્ચે નવનિર્મિત શાળાના નબળા બાંધકામ અંગે ગ્રામજનોની રજૂઆત બાદ નાયબ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાની મુલકતા બાદ સમગ્ર મામલો બહાર પાડ્યો હતો.
ADVERTISEMENT