કૌશિક જોશી, દમણ: એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને ગુજરાતના વલસાડ જિલ્લામાં દરોડા પાડયા છે. જેમાં દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ પટેલ તથા તેમના સાથીઓ પર ED ની તવાઈ. દમણના નામચીન સુખા પટેલ સાથે એમના પરિવારના સભ્યોના ઘરે પણ EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ADVERTISEMENT
સુખા પટેલ ના ઘરે વહેલી સવારથી ED એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા હોવાની વાત બહાર આવી છે. ત્યારે પોલીસ બંધોબસ્ત સાથે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. દમણ નામચીન સુખા પટેલના સાથે એમના પરિવાર કેતન પટેલના પારડી તાલુકાના ડુંગરી ગામે આવેલ ઘરે પણ ED એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દમણનો નામચીન બુટલેગર સુખા પટેલ ઘણા સમયથી દમણની જેલ માં છે. પહેલા સુખા પટેલ ઉર્ફે સુરેશ પટેલ ભાજપ સાથે જોડાયેલ હતો. ત્યારે બાદ અપક્ષ ચૂંટણી લડી વર્ષ 2015માં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો હતો.
સુરેશ પટેલ જેલમાં છે
દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ પટેલ હમેંશા વિવાદોમાં જ રહ્યા છે. ડાભેલમાં થયેલી ડબલ હત્યા કેસના મુખ્ય આરોપી તરીકે હજી જેલમાં જ છે. સ્ક્રેપના ધંધાની અદાવતમાં સોપારી આપીને સુરેશ પટેલે હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં પણ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT