જૂનાગઢ હિટ એન્ડ રનઃ ત્રણ યુવકોનો ભોગ લેનાર કાર ચલાકે પણ મોત વ્હાલું કર્યું, બહેનના ઘરે ગળેફાંસો ખાધો

Accident in Junagadh: જૂનાગઢ જિલ્લાના બાટવાના પાજોદ રોડ ઉપર હિટ એન્ડ રન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બાટવાના પાજોદ ગામ પાસે બાઈકને અડફેટે લેનારા ઈકો કારના ચાલકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.

Accident in Junagadh

જૂનાગઢમાં 3 યુવકોને કચડનાર ઈકો કારના ચાલકે ટૂંકાવ્યું જીવન

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

જૂનાગઢ હિટ એન્ડ રન મામલે મોટા સમાચાર

point

ઈકો કારના ચાલકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

point

પસ્તાવો થતાં કારચાલકે પણ મોતને વ્હાલું કરી લીધું

Accident in Junagadh: જૂનાગઢ જિલ્લાના બાટવાના પાજોદ રોડ ઉપર હિટ એન્ડ રન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બાટવાના પાજોદ ગામ પાસે બાઈકને અડફેટે લેનારા ઈકો કારના ચાલકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.  પોતાની ભૂલના કારણે ત્રણ યુવકોના જીવ ગયા હોવાનું વિચારીને ખૂબ જ પસ્તાવો થતાં કારચાલકે પણ મોતને વ્હાલું કરી લીધું છે.

ઈકો કારના ચાલકે કર્યો આપઘાત

ઈકો ડ્રાઈવર નાથા દાસા કોડીયાતર (ઉં.વ 27)એ પોરબંદરના કુતિયાણા નજીક વડા ગામે પોતાની બહેનના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પોતાની ભૂલના કારણે ત્રણ નિર્દોષોએ જીવ ગુમાવતા નાથા કોડીયાતરને ઘણું લાગી આવ્યું અને તેણે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. કારચાલકના આપઘાતને પગલે ત્રણ પૂત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 

શું છે સમગ્ર મામલો?

આ ઘટના વિશે વાત કરીએ તો જૂનાગઢમાં બાટવાના પાજોદ ગામ પાસે બુધવારે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈકો કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને બાઈકને અડફેટે લીધું હતું, આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

ત્રણ યુવકોના નિપજ્યાં હતા મોત

જ્યાં ત્રણેય યુવકો ભરત નગભાઈ મોરી ઉં.વ 16, રહે. બાટવા), પરેશ પરબતભાઈ રામ (ઉં.વ 25, રહે. બાટવા) અને હરદાસભાઈ કાળાભાઈ ઓડેદરા (ઉં.વ 30 રહે. માણાવદર)ના દુઃખદ અવસાન થયા હતા. આ અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે કારના નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  જે બાદ પરિવારજનોએ ઈકો કારના ચાલકને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.

ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ


 

    follow whatsapp