વીરેન જોશી, મહીસાગર: રાજ્યમાં સિંહ ગીર વિસ્તારમાં જોવા મળે છે પરંતુ હવે સિંહની નહીં પરંતુ રાજ્યમાં વાઘની ચર્ચાએ જોર પકડયું છે. મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વાઘની એન્ટ્રીને લઈને મહીસાગર ફોરેસ્ટ વિભાગ દ્વારા જિલ્લાના ખાનપુરના જેઠોલા પાસે આવેલ જંગલ વિસ્તારમાં ખરેખર વાઘ છે કે નહીં તેની તપાસ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગ દ્વારા વાઘ હોવાના પુરાવા ભેગા કરવા મથામણ ચાલી રહી છે.
ADVERTISEMENT
લગાવ્યા નાઈટ વિઝન કેમેરા
જેઠોલા પાસે આવેલ જંગલ વિસ્તારમાં ખરેખર વાઘ છે કે નહીં આ બાબતે જિલ્લાના નાયબ વન સંરક્ષક એન વી ચૌધરી સાથે થયેલ ટેલિફોનિક વાતમાં તેમને જણાવ્યું હતું કે, જંગલમાં ચાર જેટલા નાઈટ વિઝન કેમેરા લગાવમાં આવ્યા છે. આ કેમેરામાં વાઘ રાત્રિના સમય દરમ્યાન દેખાયો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં ફરી વાઘ આવ્યો છે જે ચર્ચા એ જોર પકડ્યું છે કે, જેઠોલા ગામ પાસેના જંગલમાં વાઘે દેખા દીધા છે. વાઘ હોવાનું સ્થાનિક ગ્રામજનો કહી રહ્યા છે. ત્યારે વન વિભાગ પણ અલગ અલગ ટિમો બનાવી તેમજ નાઈટ વિઝન કેમેરા લગાવી વાઘની શોધખોળમાં લાગી ગયું છે. તદુપરાંત મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાના સમાચારના પગલે વન વિભાગ દ્વારા વાઘ હોવાના પુરાવા શોધવામાં લાગ્યા છે. જ્યાં-જ્યાં વાઘ દ્વારા પશુઓનું મારણ કરવામાં આવ્યું છે તે પશુ પર દાંતના નિશાન સહીત વિસ્તારમાંથી પગ માર્ગના નિશાન અંગે વાઘ હોવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વાઘ હોવાનો ગામ લોકોનો દાવો
જિલ્લાના ખાનપુરના જેઠોલા ગામે બકરાનું મારણ કર્યા બાદ એક બાદ એક વાઘ દ્વારા પશુઓના મારણ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ગામની આસ પાસના જંગલમાં વાઘ હોવાનું ગામ લોકો દાવો કરી રહ્યા છે અને ગામ લોકોને વાઘએ દેખો પણ દીધો છે ત્યારે ખરેખર ફરી એકવાર વાઘ મહીસાગર જિલ્લામાં જોવા મળશે કે કેમ ત અંગે જિલ્લાવસીઓમાં આતુરતા છે
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહીસાગર જિલ્લામાં વાઘ હોવાની ગ્રામજનોએ વાત વહેતી કરી હતી. સ્પષ્ટ વાઘ ફોટા પાડીને પણ વન વિભાગને આપવામાં આવ્યા હતા પરંતુ વન વિભાગ દ્વારા દીપડો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું હતું. વનવિભાગ દ્વારા બે વર્ષ અગાઉ જંગલમાં નાઈટ વીઝન કેમેરા મૂકી વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી પરંતુ થોડા સમયમાં લુણાવાડા તાલુકાના કંતારના જંગલમાંથી વાઘનો મુતદેહ મળી આવ્યો હતો. ત્યારે મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ફરી આવી બેદરકારી છતી ન થાય તે હેતુથી વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરી જતન કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.
ADVERTISEMENT