હિરેન રવૈયા: અમરેલીના સાવરકુંડલામા છેલ્લા ઘણા સમયથી ધરા ધ્રુજી રહી છે. ત્યારે આજે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સારકુંડલાના મીતિયાળા પંથકમાં આજે રાત્રે 9 વાગ્યે ફરી એકવાર 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અનુભવતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
મીતીયાળાથી 6 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ
ગાંધીનગર સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ મુજબ, અમરેલીના મીતિયાળામાં રાત્રે 9.08 વાગ્યે 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાવરકુંડલાના મીતીયાળા, સાકરપરા, ધજડી અને ખાંભા ગીરનાં નાની ધારી, વાંકીયા, ભાડ, નાના વિસાવદર, ઇંગોરાળા ગામમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ મીતીયાળાથી 6 કિલોમીટર દૂર હતું.
લદ્દાખમાં પણ આજે ભૂકંપના આંચકા આવ્યા
બીજી તરફ આજે લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની માપવામાં આવી હતી. આ અંગે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. જે મુજબ લદ્દાખમાં સાંજે 6.54 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા અને તેનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
ADVERTISEMENT