અમદાવાદ : રોકાણ કરો અને પૈસા કમાઓ, માત્ર યૂ ટ્યૂબ વીડિયો લાઇક કરો અને ઘરે બેઠા લાખૂ રૂપિયા કમાઓ. એવામાં તમામ લોભામણા મેસેજ તમે પણ જોયા હશે. આવી ઓફર્સની લાલચ આપીને કઇ રીતે લોકોને ચુનો લગાવવામાં આવતો હોય છેતેની મોડસ ઓપરેન્ડીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અંગે હૈદરાબાદ પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગોટાળાની આ રમતમાં ચાઇનિઝ હેન્ડલર્સની ભુમિકા પણ સામે આવી છે. ખુલાસા અનુસાર તેના દ્વારા 15 હજાર ભારતીયોને એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં સાતસૌ કરોડ રૂપિયાનો ચુનો લગાવવામાં આવી ચુક્યો છે. પોલીસનું કહેવું છે કે, આ ખેલમાં પૈસા દુબઇના રસ્તે ચીન મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત લેબેનોનના આતંકવાદી જુથ હિજબુલ્લાના ખાતામાં પણ કેટલીક રકમ મોકલવામાં આવી છે.
આતંકવાદીઓના ખાતામાં પૈસા મોકલાયા
હૈદરાબાદ પોલીસ કમિશ્નર સીવી આનંદના અનુસાર આ મામલે કેન્દ્રીય એજન્સીઓ અને ગૃહમંત્રાલયની સાયબર ક્રાઇમ યૂનિટને પણ એલર્ટ કરી દેવાયા છે. સીવી આનંદે કહ્યું કે, ચોંકાવનારી બાબત છે કે, ઉંચી સેલેરી મેળવતા સોફ્ટવેર પ્રોફેશનલ્સે 82 લાખ રૂપિયા ગુમાવ્યા છે. પોલીસને શંકા છે કે પૈસા ક્રિપ્ટો કરન્સીમાં બદલીને આતંકવાદી જુથને ચલાવતા વોલેટમાં જમા કરાવી દેવાયા છે. આ મામલે અત્યાર સુધી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ચાર હૈદરાબાદ, ત્રણ મુંબઇ અને 2 અમદાવાદના છે. પોલીસ હજી પણ કુલ 6 લોકોને શોધી રહી છે.
આ પ્રકારે બનાવી હતી જાળ
આ વર્ષે એપ્રીલમાં એક વ્યક્તિ હૈદરાબાદ પોલીસની ક્રાઇમબ્રાંચ પહોંચ્યો અને પોતાની સાથે 28 લાખના ગોટાળાની વાત કરી હતી. ત્યાર બાદ તપાસ શરૂ થઇ અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. ઇન્વેસ્ટમેન્ટ કમ પાર્ટ ટાઇમ જોબના નામે લાલચ અપાઇ. લોકો યૂટ્યૂબ વીડિયો લાઇક કરવા, ગૂગલ રિવ્યુ લખવા જેવા સામાન્ય ટાસ્ક આપવામાં આવ્યા હતા. આ ટાસ્ટ પુરા કર્યા બાદ તેને પૈસા આપવામાં આવતા હતા. જે પીડિતોએ 5થી6 ગુમાવ્યા, તેમાં ટેલીગ્રામ અને વોટ્સએપ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. આ લોકોએ 5 હજાર જેવી નાની રકમનું રોકાણ કર્યું હતું. તેમને હાઇ રિટર્ન આપવામાં આવ્યું હતું. અનેક વખત ટાસ્ટ પુર્ણ થાય ત્યાર બાદ બમણા પૈસા પણ અપાયા હતા. ત્યાર બાદ વિશ્વાસ સંપાદન બાદ રોકાણકારોને મોટી રકમ રોકો અને ત્રણ ગણું વળતર મેળવો જેવી લાલચ અપાતી હતી.
લોકોના વિશ્વાસ માટે ફુલપ્રુફ આયોજન
લોકોને પોતાના પૈસા ડુબી ન જાય તે માટે ફુલપ્રુફ આયોજન કરાયું હતું. એક ફેક વિંડો તૈયાર કરવામાં આવી હતી, જેમાં રોકાણકારોને તેમની રકમ દેખાતી હતી. જેથી તેમને લાગતું હતું કે, તેમના પૈસા સેફ છે. જો કે મોટી રકમ રોક્યા બાદ ટાસ્ટ પુર્ણ કરીને પૈસા બેંક એકાઉન્ટમાં જમા કરવા માટે જણાવાતું ત્યારે યુઝરના નંબર સહિત બધુ જ બ્લોક કરી દેવામાં આવતું હતું. એપ્રીલમાં મામલો સામે આવ્યો તો શેલ કંપનીઓના નામે 48 બેંક એકાઉન્ટ ખોલાયા છે. તે સમયે અનુમાન હતું કે, ગોટાળાની રકમ 584 કરોડ રૂપિયા સુધી હોઇ શકે છે. તપાસનું વર્તુળ વધાર્યું તો 128 કરોડની રકમ વધતી જ ગઇ હતી. ગોટાળો કરનારાઓએ કુલ 123 બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ આ તમામ અલગ અલગ એકાઉન્ટમાં મોકલીને ક્રિપ્ટોકરન્સીમાં પરિવર્તિત કરી દીધા હતા.
પૈસા ચીન અને આતંકવાદીઓને મોકલાતા હતા
આ પૈસા ક્રિપ્ટોકરન્સીમાં અને અલગ અલગ માધ્યમોથી દુબઇ અને ત્યાર બાદ ચીન મોકલી દેવામાં આવ્યા હતા. ગોટાળા કરનારા સ્કેમના માસ્ટર માઇન્ડ ચીની ઓપરેટર્સની સાથે પણ જોડાયેલા હતા. આવું જ એક ખાતુ હૈદરાબાદનાં રાધિકા માર્કેટિંગ કંપનીના નામે ખુલ્યું હતું. આ એકાઉન્ટ ખોલવા વપરાયેલું સિમ મુનવ્વરના નામે નોંધાયેલું હતું. મુનવ્વર પોતાના ત્રણ સહયોગી અરુલ દાસ, શાહ સુમૈર અને સમીર ખાન સાથે લખનઉ પહોંચ્યો અને 33 શેલ કંપનીઓના નામે 65 એકાઉન્ટ ખોલ્યા હતા. આ માટે તેને દરેક એકાઉન્ટ માટે 2 લાખ રૂપિયા મળ્યા હતા. પુછપરછ દરમિયાન આ લોકોએ જણાવ્યું કે, તેમણે આ કામ મનીષ,વિકાસ અને રાજેશનાં કહેવાથી કર્યા હતા. મળતી માહિતી અનુસાર 65 એકાઉન્ટ્સનો ચીની માસ્ટર માઇન્ટ કેવિન જૂન, કીલૂ લાંગ્ઝૂ અને શાશાએ 128 કરોડ રૂપિયા મોકલવા માટે કરવામાં આવ્યો હતો.
દુબઇમાં એપથી એકાઉન્ટની એક્સેસ
ટ્રાન્ઝેક્શનની તપાસ કરતા માહિતી મળી રહી છે કે, એકાઉન્ટને દુબઇ બેઝ્ડ કંપની દ્વારા રિમોટ એક્સેસ એપ દ્વારા યુઝ કરવામાં આવતો હતો. દુબઇમાં બેઠેલું આ ગ્રુપ ચાઇનિઝ માસ્ટરમાઇન્ડના સંપર્કમાં હતું. ક્રિપ્ટો વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરતું હતું. જે પૈકીનાં કેટલાક વોલેટ અમદાવાદના પ્રકાશ મુલચંદાણી પ્રજાપતિ અને કુમાર પ્રજાપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા હતા. જેની ધરપકડ કરી લેવાઇ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રકાશ ચાઇનિઝ હેન્ડલર્સ સાથે વાતચીત કરતો હતો. તેમને બેંક ડિટેઇલ સહિતની માહિતી મોકલતો હતો. અધિકારીએ જણાવ્યું કે, ત્રણ લોકોને મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પાસે દુબઇમાં બેઠેલા 6 લોકોને માહિતી છે, જે ગોટાળામાં સંડોવાયેલો હતો.
ADVERTISEMENT