સુરત : પોલીસની દબંગાઇની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આવો જ સુરતના ઉધનામાં પોલીસની ક્રુરતાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવાને બે પોલીસ કર્મચારીઓને ઢસડી ઢસડીને માર મારતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કર્મચારીઓ થર્ડી ફર્સ્ટના અનુસંધાને ચાપતો બંદોબસ્ત રાખીને બેઠા હતા. તેવામાં સત્તાનો દુરૂપયોગો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા અને હાલ વાયરલ થતા પોલીસને નીચા જોણું થયું છે. બીજી તરફ પોીસ કર્મચારીઓ બંદોબસ્તના નામે નાગરિકોને પરેશાન કરે છે તે મુદ્દે સામાન્ય નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પ્રજાની રક્ષના રક્ષક તરીકે હોય છે જો કે તેની કામગીરી મોટે ભાગે ભક્ષકનું જ હોય તેવું જોવા મળતું હોય છે. લોકોના મનમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ઉધના પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થતા હાલ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, જે 5 હજાર રૂપિયા પડાવ્યા હોવાની વાત છે તે પાયાવિહોણી છે. આ ઘટના ભાઠેણામાં બની છે. બંન્ને જવાનો પીસીઆર વાનના છે. તેમ છતા પણ અમે તપાસ કરી રહ્યા છીએ. એક જવાન લોકરક્ષક છે અને બીજો હેડકોન્સ્ટેબલ છે. રિક્ષામાં બેઠેલા બે શંકાસ્પદ યુવકોની તપાસ કરી છે. બંન્નેને પકડવા દરમિયાન નાસી જતા અને પકડાયા બાદ તપાસમાં સાથ નહી આપતા હોવાના કારણે બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. જો કે બળપ્રયોગ કરવાનો હક પોલીસ છે ? છે તો શુ આ રીતે જાહેરમાં છે.
ADVERTISEMENT