Surat News : રાજ્યમાં વ્યાજખોરોનાં ત્રાસથી અનેક લોકો કંટાળીને સુસાઈડ જેવુ પગલું ભરતા હોય છે. એવી જ એક ઘટના હાલ સુરતનાં કોસંબાથી એક ઘટના સામે આવી છે. કોસંબામાં મોબાઈલની દુકાનદારે વ્યાજખોરોનાં ત્રાસથી ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગયો છે. પીડીત અમીન મૂલતાનીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ યુવકે એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે 10 જેટલા વ્યાજખોરોનાં નામ લખ્યા હતા.જેમાં નાસીર શેખ, શાફીન પઠાણ, સીદ્દીક શેખ સહિતના વ્યાજખોરોના નામ લખ્યા હતા. 5 વર્ષમાં 50 લાખ જેટલી રમક લેણદારોને ચૂકવી હોવાની માહિતી મળી રહી છે. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.
યુવકની સુસાઈડ નોટ આવી સામે
આ સમગ્ર ઘટનાને અમીન મુલતાનીએ વીડિયોમાં રેકોર્ડ કરી હતી અને તેમણે જણાવ્યું કે, હું ઘણા સમયથી કોસંબા મુકામે રહુ છું અને મોબાઈલની દુકાન ચલાવું છું. થોડા સમય પહેલા મને પૈસાની જરૂર હોઈ મેં બે-ત્રણ વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. મે તેમને ઉપરની રકમના પૈસા આપી દીધા છે તેમ છતાં પણ આજની તારીખમાં તેઓ મારી પાસે અવાર નવાર પૈસાની માંગણી કરી રહ્યા છે. મે તે લોકો પાસે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા હવે તે લોકો મારા ત્રણ ત્રણ લાખ રૂપિયાનાં ચેક બાઉન્સ કરે છે અને માંરી પાસે ત્રણ લાખના રકમની માંગણી કરી રહ્યા છે તો હવે હું કેવી રીતે આ રકમની ચુકવણી કરી શકું. આ હાલતથી હું કંટાળી ગયો છું. વધુમાં તેમણે કહ્યું કે, મને વ્યાજખોરો દ્વારા અનેક વખત ઘમકીઓ મળી રહી છે.
આ સિવાય વ્યાજખોરે મારી સાસરીમાં ફોન કરીને મારા વિશે ઉધું સીધું કીધું છે. ઘણા અપશબ્દોના પ્રયોગો પણ કર્યા છે. આ અંગે મેં ઘણી વખત કોસંબા પોલીસ મથકે અરજી કરી પણ મને કોઈ યોગ્ય જવાબ મળી રહ્યો નથી. આ લોકો અવાર નવાર મારી દુકાને આવીને મને ઘમકાવે અને ત્યાં માંરી સાથે ગેરવર્તન કરે છે. આ તમામ લોકો મારા મોતનાં જવાબદાર હશે.
ADVERTISEMENT