ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા વધારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આંગણવાડી વર્કર અને તેડાગરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જો કે તેમના પગાર વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ હાલ 51229 આંગણવાડી કાર્યકર છે. જેને સરકાર કુલ 7800 પગાર ચુકવે છે. જો કે સરકારે હવે તેમાં 2200 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે આંગવાડી કાર્યકરને હવે 10 હજાર રૂપિયાનું માનદ વેતન ચુકવવામાં આવશે. જો કે સરકાર પર આના કારણે કુલ 135.24 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડશે.
ADVERTISEMENT
આંગણવાડી તેડાગરના પગારમાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 51229 તેડાગર કાર્યકર છે. જેને માનદવેતન તરીકે 3950 ચુકવવામાં આવે છે. જો કે સરકારે તેમના પગારમાં 1550 રૂપિયાનો વધારો કર્યો જેના કારણે હવે તેમને 5500 રૂપિયા માનવ વેતન ચુકવવામાં આવશે. આના કારણે ગુજરાત સરકાર પર કુલ 95.28 કરોડ રૂપિયાનું ભારણ વધશે.
આંગણવાડી માટે વર્ષ 2022-23 માં 68677.49 લાખનું બજેટ મુકવામાં આવ્યું હતું. આ ઉપરાંત 1800 મીની આંગણવાડી કેન્દ્રને રેગ્યુલર આંગણવાડીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી જેથી મીની આંગણવાડી કાર્યકરોની જગ્યાને આંગણવાડી કાર્યકરમાં અપગ્રેડ કરાશે. જેના કારણે સરકારને કુલ 18.82 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે.
ADVERTISEMENT