ભાવનગર : ભાવનગર ડમીકાંડ મામલે 6 આરોપીઓની પુછપરછ પુર્ણ થયા બાદ હવે તમામને જેલ હવાલે કરી દેવાયા છે. રિમાન્ડ પુર્ણ થયા બાદ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ પૈકી ભાર્ગવ બારૈયા, વિપુલ અગ્રવાલ, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા, પાર્થ જાની મુદ્દે સીટ દ્વારા ડમીકાંડમાં તપાસ કરી રહી છે. ભાવનગર ડમીકાંડમાં ઝડપાયેલા 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે 6 આરોપીના રિમાન્ડ પુર્ણ થતા તેઓને જેલમાં મોકલી દેવાામાં આવ્યા છે. જ્યારે મુખ્ય 4 આરોપીઓના વધારેના 5 દિવસના રિમાન્ડ પુર્ણ નહી થયા હોવાના કારણે SIT ની ટીમ પુછપરછ કરી રહી છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર તોડકાંડના આરોપીઓનાં કોર્ટે આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહના પહેલા જ રિમાન્ડ મંજૂર થઇ ચુક્યા છે. જ્યારે આજે ઘનશ્યાન લાધવા અને બિપિન ત્રિવેદીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા તેની પુછપરછ પણ પોલીસે આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીટ દ્વારા યુવરાજસિંહની ધરપકડ થયા બાદ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપના તમામ ઉચ્ચ નેતાઓ યુવરાજ મુદ્દે આક્રામક છે. યુવરાજ પર શાબ્દિક ચાબખાઓ વિંઝી રહ્યા છે.
ADVERTISEMENT