દ્વારકા : શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને સાથે સાથે રક્ષાબંધન અને સાતમ-આઠમનો તહેવાર નિમિત્તે બહાર ફરવાનું આયોજન કરી રહ્યા છો તો પહેલા આ વાંચી લેજો. દ્વારકાના વિશ્વવિખ્યાત શિવરાજપુર બીચ પર 31 ઓગસ્ટ સુધી ન્હાવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોઇ પણ પ્રકારની પાણીની રમતોને પ્રતિબંધિત કરી દેવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિવરાજપુર બીચ બ્લુફેગનો બેજ ધરાવે છે. સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવ્યા બાદ દ્વારકા જતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.
ADVERTISEMENT
તહેવારોની સિઝનમાં અહીં ખુબ જ ભીડ જોવા મળે છે
તહેવારોની સિઝન ચાલી રહી છે અને શ્રાવણ માસ પણ છે ત્યારે નાગરિકો સોમનાથ, દ્વારકા અને શિવરાજપુર બીચ પર જવાનું આયોજન કરતા હોય છે. જો કે, હાલમાં આના પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિવરાજપુર બીચને સરકારે વિકસાવ્યા બાદ અહીં અનેક વોટર ગેમ્સ પણ ચાલે છે. અહીં બાળકોથી માંડીને વૃદ્ધ તમામને આનંત આવે તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી સહેલાણીઓ મોટા પ્રમાણમાં અહીં આવતા હોય છે.
દરિયો તોફાની હોવાનાં કારણે લેવાયો નિર્ણય
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર 3૧ ઓગસ્ટ સુધી લોકોને ન્હાવા અને સ્વિમિંગ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે બ્લ્યુ ફ્લેગ બીચ કાર્યરત છે. આ બીચ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા અને સ્વીમીંગ કરવા આવતા હોય છે. જૂન માસથી ચોમાસુ શરૂ થતું હોય છે. અને દરિયો પણ તોફાની હોય છે. તેમજ દરિયામાં જોરદાર પ્રવાહના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચ (લાઇટ હાઉસ – સર્વે નં. પ૮ થી શિવરાજપુર બીચના ખાડી-ર પોઇન્ટના છેડા સુધી, ૫ કીલોમીટર સુધીની લંબાઇનો દરિયાકાંઠાનો વિસ્તાર) ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા સ્વીમીંગ કરવા પર 31/08/2022 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ ૧૮૮ અન્વયે કાનૂની કાર્યવાહીને પાત્ર થશે.
(રિપોર્ટર રજનીકાંત જોશી)
ADVERTISEMENT