અમદાવાદ : 2022 ની વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. તમામ રેકોર્ડ તોડીને ભાજપે પ્રચંડ બહુમતી જીતી લીધી છે. 2022 ભાજપે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. જો કે આ વિધાનસભામાં સૌની નજર આયાતી ઉમેદવારો પર હતી. કોંગ્રેસના ધારાસભ્ય બન્યા બાદ ભાજપમાં ભળી ગયેલા નેતાઓ પર સૌની નજર હતી. જો કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા તમામ આયાતી ઉમેદવારો જીતી ગયા હતા.
ADVERTISEMENT
પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસાથી જીતી ગયા હતા. બળવંતસિંહ રાજપુત સિદ્ધપુરમાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોરનો ગાંધીનગર દક્ષિણથી વિજ થયા હતા. હાર્દિક પટેલ વિરમગામથી જીત્યા હતા. કાલુ ડાભી ધંધુકાથી જીત્યા હતા. કુંવરજી બાવળીયા જસદણથી જીત્યા હતા, ભગા બારડ તાલાલાથી જીતી ગયા હતા. જે.વી કાકડીયા ધારીથી જીતી ગયા હતા. અક્ષય પટેલ કરજણથી જીતી ગયા હતા. જીતુ ચૌધરી, કપરાડામાંથી જીત્યા હતા. જો કે અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માથી જીત્યા હતા. ઘનશ્યામ વિરાણી બોટાદથી જીત્યા હતા. જવાહર ચાવડા માણાવદર અને હર્ષદ રિબડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.
જો કે જસદણથી કુંવરજી બાવળીયાને હરાવવા માટે ભાજપના જ નેતાઓ અને અગ્રણીઓ બહાર પડ્યા હતા. તેઓની ઓડિયો ક્લિપો પણ વાયરલ થઇ હતી. લોકો ત્યાંના કોંગ્રેસી ઉમેદવાર ભોળાભાઇને જીતાડવા માટે ગર્ભિત કામગીરી કરી રહ્યા હતા. તેમ છતા આટલા પડકારો છતા પણ કુંવરજી બાવળીયા જીતી ગયા હતા. તેઓ 2019 ની પેટા ચૂંટણી પણ જીતી ગયા હતા. વિરોધ છતા 2022 માં પણ જીત મેળવી હતી.
ADVERTISEMENT