અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થાય તે પહેલાની આ અંતિમ કેબિનેટ બેઠક ગુજરાત માટે અનેક પ્રકારે મહત્વપુર્ણ છે. આ કેબિનેટમાં આગામી ચૂંટણીને ધ્યાને રાખીને અનેક મહત્વપુર્ણ જાહેરાતો થઇ શકે છે. પેન્ડિંગ રહેલી જાહેરાતો પણ સરકાર દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક કે ઉપરાંત સરકાર દ્વારા કૃષી પેકેજની જાહેરાત કરી શકે છે. ચૂટણી નજીક છે ત્યારે સરકાર ખેડૂતો અંગેના મહત્વના કૃષી પેકેજની જાહેરાત કરી શકે છે.
ADVERTISEMENT
મોટા ભાગના ખેડૂતોને રાહત મળે તે પ્રકારની જાહેરાતની શક્યતા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાને રાખીને સર્વેની જાહેરાત બાદ હવે રાહતની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ અંગે ગુજરાતના કૃષી પ્રધાન રાઘવજી પટેલ સંકેત પણ આપી ચુક્યા છે. જો કે અગાઉના પેકેજ કરતા આ પેકેજ એ રીતે મહત્વ પુર્ણ રહેશે કારણ કે આ વખતે મહત્તમ ખેડૂતોને આકર્ષવા માટે સરકાર શરતોમાં મોટી છુટછાટ આપી શકે છે.
નાગરિકોને પણ રાહત મળે તે પ્રકારની કોઇ મોટી રાહતની જાહેરાત થઇ શકે છે
આ ઉપરાંત નાગરિક લક્ષી કેટલીક જાહેરાતો અને રાહતની જાહેરાત થઇ શકે છે. આગામી ચૂંટણીને અનુલક્ષીને સરકાર દ્વારા અનેક મહત્વપુર્ણ જાહેરાતો થઇ શકે છે. અતિવૃષ્ટીને પુરના કારણે જે પાકને નુકસાન થયું તેમાં સારી રાહત ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે એમએસપીમાં વધારો કેન્દ્ર સરકાર અગાઉ જ કરી ચુકી છે. આ ઉપરાંત કેટલાક અન્ય પાકોનો ઉમેરો પણ થાય તો નવાઇ નહી.
ADVERTISEMENT