ભાર્ગવી જોશી/જૂનાગઢ : ગુજરાતની ચૂંટણીમાં જંગલની વચ્ચે બાણજ મંદિરથી માંડીને માલધારીઓ સુધી ખાસ બુથ બનાવવામાં આવ્યું છે. ચૂંટણી પંચ પણ દરેક સ્તરે મતદાન થાય તે માટે પ્રયાસો કરે છે. આ અંગે કેટલાક અભિયાનો પણ ચલાવી રહી છે. જો કે જૂનાગઢમાં એક એવી જગ્યા છે જ્યાં ઇચ્છતા હોવા છતા મતદાન થઇ શકતું નથી.
ADVERTISEMENT
જુનાગઢ આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોકોને ઉપલા દાતારના મહંત ભીમ બાપુ આજ દિવસ સુધી મતદાન કરી શક્યા નથી. જો કે તેમણે લોકોને અપીલ કરી કે, જે લોકોને આ મહાપર્વની તક મળી રહી છે તેઓ કરે. લોકો આ મહાપર્વને ઉત્સવની જેમ ઉજવી અને તમામ લોકો મતદાનથી વંચિત ન રહે પોતાનો પવિત્ર મત જરૂરથી આપે.
દાતાર બાપુની જગ્યાના મહંત પદેથી અપીલ કરે છે કે ગુજરાતની જનતા દરેક નાગરિક જરૂરથી મતદાન કરે તેવી મારી નમ્ર અપીલ છે. ભીમ બાપુએ ખુદ મતદાન ન કરી શકવા અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમે પણ મતદાન કરવા ઉત્સુક હતા પરંતુ તંત્ર વ્યવસ્થાઉભી ન કરી શક્યું જેનું અમને ખેદ છે. જેથી હું મતદાનથી વંચિત રહું છું પણ લોકો મતદાનથી વંચિત ના રહે તેવી હું સૌ મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું.
ADVERTISEMENT