DySP પુત્રનો દેહ ભાવનગર લવાતા પરિવારે પોક મુકીઃ કેનેડામાં મળી હતી લાશ

ભાવનગરઃ કેનેડાના ટોરેન્ટોમાં આવેલી યોર્ક યુનિવર્સિટીમાં ભણતા પટેલ પરિવારનો યુવાન પુત્ર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હમણા જ અમદાવાદમાં પણ એક હર્ષ…

DySP, Harsh Patel, Ayush Patel, Canada, Gujarati Student Died in Canada, York University

DySP, Harsh Patel, Ayush Patel, Canada, Gujarati Student Died in Canada, York University

follow google news

ભાવનગરઃ કેનેડાના ટોરેન્ટોમાં આવેલી યોર્ક યુનિવર્સિટીમાં ભણતા પટેલ પરિવારનો યુવાન પુત્ર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હમણા જ અમદાવાદમાં પણ એક હર્ષ નામના યુવાનનો પણ આવી જ રીતે મૃતદેહ કેનેડાના ટોરેન્ટો ખાતે મળી આવ્યો હતો. ભાવનગરના આ યુવાનનો મૃતદેહ કેનેડાથી ભાવનગરના સીદસર ખાતે લવાયો હતો. યુવાનનો મૃતદેહ અહીં પહોંચતા જ પરિવાર પોક મુકીને રડી પડ્યો હતો. યુવાનના દેહને એર એમ્બ્યુલન્સ મારફતે તેના મૃતદેહને અમદાવાદ અને અમદાવાદથી ભાવનગર સિદસર ગામે તેના ઘરે લવાયો હતો.

કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયેલા વધુ એક ગુજરાતી યુવકના મોતની ખબર સામે આવી હતી. છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતા 23 વર્ષના યુવકની ગુમ થયા બાદ લાશ મળી આવી હતી. મૂળ ભાવનગરના સિદસર ગામનો આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં રહીને અભ્યાસ કરતો હતો. ત્યારે પુત્રના મોતની ખબર મળતા પરિવાર આધાતમાં સરી પડ્યો છે. વિગતો મુજબ, ભાવનગરના સિદસર ગામના પટેલ પરિવારનો પુત્ર આયુષ ડાખરા કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો. ટોરન્ટો શહેરમાં આવેલી યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગત 5મી મેના રોજ તે અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી તેની સાથે રહેતા મિત્રોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તે ન મળતા તેના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ત્યારે પરિવારના કહેવા પર મિત્રોએ આયુષના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

આયુષના પિતા DySP તરીકે ફરજ બજાવે છે
આયુષ છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો અને બેચલર્સનો અભ્યાસ પૂરો કર્યા બાદ માસ્ટર્સ કરી રહ્યો હતો. આગલા 6 મહિનામાં જ તેનો અભ્યાસ પૂરો થવાનો હતો. જોકે અચાનક તેના ગુમ થયા બાદ આ રીતે લાશ મળી આવતા પરિવાજનો પણ આધાતમાં મૂકાઈ ગયા છે. આયુષના પિતા રમેશભાઈ ડાખરા ગુજરાત પોલીસ વિભાગમાં DySP તરીકે ફરજ બજાવે છે અને તેઓ PM મોદીની સિક્યોરિટીમાં પણ રહી ચૂક્યા છે અને હાલમાં પાલનપુરમાં ફરજ બજાવે છે.

સુરેન્દ્રનગરઃ લખતર-વિરમગામ હાઈવે પર ટ્રેક્ટર અને કાર ભટકાયા, મહિલાનું મોત, પુરુષ ગંભીર હાલતમાં

એપ્રિલ મહિનામાં હર્ષ પટેલનું થયું હતું મોત
નોંધનીય છે કે, આ પહેલા ગત મહિને પણ કેનેડામાં ગુજરાતનો હર્ષ પટેલ નામનો વિદ્યાર્થી ગુમ થયો હતો. હર્ષ પણ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને બાદમાં તેની લાશ મળી આવી હતી. ત્યારે વધુ એક આ જ પ્રકારની ઘટનાથી કેનેડામાં વસતા ગુજરાતીઓમાં પણ ભયનું વાતાવરણ ઊભું થયું છે.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp