રજનીકાંત જોશી/દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ લાંચિયા મહિલા તલાટી મંત્રીનો પર્દાફાશ થયો છે. યુવાનને પિતાના નામના પ્લોટનો દાખલો કાઢી આપવા માટે મહિલા તલાટી મંત્રીએ રૂ.2 લાખની લાંચની માગણી કરી હતી. જોકે આખરે રકઝકના અંતે 1.25 લાખ આપવાનું નક્કી થયું હતું. જોકે યુવકે લાંચ ન આપવી હોવાથી ACBને જાણ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં મહિલા તલાટીનો માણસ પૈસા લેતા ઝડપાયો હતો.
ADVERTISEMENT
વિગતો મુજબ, ફરિયાદીના પિતાની માલિકીના 1979ની વર્ષમાં ગ્રામ પંચાયત તરફથી જામ ખીરસરા ગામમાં પ્લોટ ફાળવાયો હતો. જેની સનદ ફરિયાદી પાસે હતી. આછી ગામનો નમૂનો નં-2 કઢાવવા ફરિયાદીએ તલાટી કમ મંત્રીને અરજી આપી હતી. આ માટે મહિલા તલાટી હર્ષાબેન કારેણાએ રૂ.2 લાખની લાંચની માગણી કરી હતી. જે બાદ આખરે 1.25 લાખ આપવાનું નક્કી થયું હતું. જોકે ફરિયાદીને પૈસા આપવા નહોતો આથી તેણે ACBને જાણ કરી હતી.
ACB દ્વારા લાંચના છટકાનું આયોજન ગોઢવવામાં આવ્યું હતું. જેમાં આ પૈસા જયસુખ નામના યુવકના દુકાને આપવાનું નક્કી થયું હતું. ત્યારે વાયદા મુજબ ફરિયાદીએ આ પૈસા જયસુખને આપ્યા અને આ અંગે તલાટી મંત્રીએ સાથે વાતચીત પણ કરી હતી. ત્યારે પૈસા લેતા દુકાનદાર જયસુખ ઝડપાઈ ગયો હતો. બાદમાં તલાટી મંત્રી હર્ષાબેનને પણ તેમના ઘરેથી પકડી લેવામાં આવ્યા હતા. હાલમાં આ મહિલા તલાટીના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT