દ્વારકા: આજથી અધિક માસનો પ્રારંભ થયો છે જે 16 ઓગસ્ટ 2016ના રોજ સમાપ્ત થશે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં અધિક માસ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને અધિક માસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સાથે જ મંદિરમાં થતી મંગળા આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એવામાં દ્વારકાધીશના દર્શને જતા ભક્તોએ નવું ટાઈમ ટેબલ ખાસ જોવું જોઈએ.
ADVERTISEMENT
8 ઓગસ્ટે અધિક માસની જન્માષ્ટમી ઉજવાશે
આ વર્ષે અધિકમાસના કારણે બે શ્રાવણ મહિના છે. એવામાં દ્વારકા જગતમંદિરમાં અધિક માસમાં રામ નવમી, દેવ દિવાળી તથા જન્માષ્ટમી જેવા પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. પહેલા 8મી ઓગસ્ટે અધિક માસની જન્માષ્ટમીની ઉજવણી દ્વારકા મંદિરમાં થશે. બાદમાં સપ્ટેમ્બર મહિનામાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરાશે. આમ બે વખત જન્માષ્ટમીની ઉજવણી કરાશે. ત્યારે અત્યારથી મંદિરમાં યોજાનારા કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મંગળા આરતીનો સમય હવે શું હશે?
આ સાથે જ દ્વારકાધીશ મંદિર તરફથી અધિક શ્રાવણ માસ દરમિયાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ તથા અન્ય ઉત્સવોની ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 20 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી મંગળા આરતીનો સમય સવારે 6 વાગ્યે કરવામાં આવ્યો છે. જેની જાણકારી ભક્તોને આપવામાં આવી છે.
ADVERTISEMENT