દ્વારકાઃ હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો અને તેમાં પણ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનું મહામ્ય ઘણું છે. આ વર્ષે શ્રાવણના આ પુરુષોત્તમ માસમાં ભક્તો પોતાના ઈષ્ટ દેવના દર્શન, પૂજા કરવામાં આતુર રહે છે. અને હવે આગામી 16 ઓગસ્ટ સુધી આ અધિક મહિનો રહેશે. પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુનો પ્રિય માસ પણ કહેવાય છે. આ દિવસોમાં દ્વારકામાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે.
ADVERTISEMENT
નડિયાદ GIDCમાં અથાણાની કંપનીના સ્ટોરમાં લાગી આગ, જુઓ Video
આખો દિવસ ભારે ભીડ રહેવાની સંભાવના
હાલમાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં છેલ્લું અઠવાડિયું છે અને તેમાં પણ રવિવાર જેના કારણે ગુજરાતમાં દ્વારકા સ્થિત જગત મંદિરે દ્વારકાધીશના દર્શન માટે લાખો ભક્તોનની ભીડ ઉમટી પડી છે. આજે વહેલી સવારથી જ દ્વારકાધીશના દર્શન માટે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. અહીં આવેલા ભક્તોની ભીડની કેટલીક તસવીરો પણ સામે આવી છે. હાલમાં જ ભીડ જોતા અંદાજ છે કે આજે આખો દિવસ દર્શનના સમય દરમિયાન ચિક્કાર ભીડ રહેવાની સંભાવનાઓ છે. જોકે આ જ સ્થિતિ અન્ય ઘણા મંદિરોમાં પણ જોવા મળી રહી છે.
ADVERTISEMENT