ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકાધીશ મંદિરમાં 15 દિવસ સુધી 5ને બદલે 6 ધજા ચડશે, કેમ લેવાયો આવો નિર્ણય?

દ્વારકા: દ્વારકાના જગતમંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ભક્તોમાં દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ કરવાનું ખાસ મહત્વ હોય છે. આ વચ્ચે ગઈકાલે…

gujarattak
follow google news

દ્વારકા: દ્વારકાના જગતમંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ભક્તોમાં દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ કરવાનું ખાસ મહત્વ હોય છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે દ્વારકાના જગતમંદિરમાં ઈતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં 5ને બદલે 6 ધજા ચડાવવામાં આવી હતી. આ પાછળ એક ખાસ કારણ છે.

શા માટે એક દિવસમાં 6 ધજા ચડાવાઈ
દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ કરવા માટે 2024 સુધી લાંબું વેઈટિંગ છે. તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડાના કારણે જગતમંદિર પર સુરક્ષાને લઈને 3 દિવસ સુધી ભક્તોની ધ્વજારોહણ થઈ શક્યું નહોતું. ત્યારે સોમવારથી ભક્તોનું ધ્વજારોહણ થાય તે માટે જગતમંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, 15 દિવસ માટે રોજ 5ના બદલે 6 ધજાનું આરોહણ કરવામાં આવશે. આ નિર્ણયથી ભક્તોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

151 ફૂંટની ઊંચાઈએ 25 ફૂટના ધ્વજદંડ પર ધજા ફરકાવાય છે
નોંધનીય છે કે, દ્વારકાધીશ મંદિર પર 151 ફૂટની ઊંચાઈ પર 25 ફૂટનો ધ્વજદંડ આવેલો છે. એના ઉપર એક ધ્વજ સ્તંભ છે, જેના પર ભગવાન દ્વારકાધીશની ધજા ફરકાવવામાં આવે છે. મંદિર પર આ ઊંચાઈએ ધ્વજા ફરકાવવા રોજ અબોટી પરિવારના સદસ્યો જાય છે અને પાંચ વખત ધજા બદલી કરે છે.

    follow whatsapp