Dwarka News: દ્વારકા જિલ્લાની પોલીસ દ્વારા ઓખાથી ત્રણ ઈરાની નાગરિકો અને બે ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી. જેમની પાસેથી સેટેલાઈટ ફોન, માદક પદાર્થ હિરોઈન એક જીપીએસ સેટ તથા ઇરાની ચલણી નોટો કબજે કરી છે. અશોક કુમાર અયાયપન મુથુરેલા નામનો તમિલનાડુનો મેકેનીકલ એન્જિનિયર જે ઓમાનમાં ખાનગી કંપનીમાં કામ કરતો હતો ત્યાં કંપની સાથે વિવાદ થતા જેના પાસપોર્ટ વિઝા પરત ના આપતા અશોકકુમાર જે તામિલનાડુનો યુવાન ગેરકાયદેસર રીતે ભારત આવવા માટે ઈરાની બોટની મદદ લઈ ઓખાના સમુદ્ર કિનારેથી ભારતમાં ઘુસણખોરી કરવા જતા પકડાઈ ગયો હતો. તમિલનાડુના આ યુવાનને રિસીવ કરવા માટે તેનો ભાઈ આનંદકુમાર અયાયપન મુઠુરેલા આવ્યો હતો તેની ઓખા મરીન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એમ આ સાથે ત્રણ ઈરાની નાગરિક અને બે ભારતીય નાગરિકની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
ADVERTISEMENT
સમગ્ર તપાસ દરમિયાન ત્રણ ઈરાની નાગરિકો પાસેથી થુંરાયા સેટેલાઈટ ફોન નંગ 1, 10 ગ્રામ માદક પદાર્થ હિરોઈન, મોબાઈલ નંબર 8., લેપટોપ નંગ 2., અઢી લાખ ઈરાની રિયલ ચલણી નોટો., એક એન્જિન સાથેની બોટ, જી.પી.એસ ડિવાઇઝર નંગ 1 , એટીએમ અને ડેબિટ કાર્ડ નંગ 15 અને પાસપોર્ટ નંબર 2 જપ્ત કરવામાં આવ્યા છે.
CM Bhupendra Patel in Junagadh: જૂનાગઢના 2300 વર્ષ જૂના કિલ્લાનું CM
પકડાયેલા ત્રણેય કોણ?
1. મુસ્તફા મહમદ શહીદ બલુજી, ઈરાન
2. જા સેમ અલી ઇશાક, ઈરાન
3. અમીર હુસેન અલી શાહ કરામ, ઈરાન
મુખ્ય આરોપી
4.અશોકકુમાર ઐયયપન મુથૂરેલા, મેકેનિકલ એન્જિનિયર મૂળ તમિલનાડુ હાલ ઓમાન ખાતે ખાનગી કંપનીમાં નોકરી
આરોપીનો ભાઈ જે ઓખા બંદર ખાતે રિસિવ કરવા આવ્યો
5. આનંદ કુમાર ઐયયપન મુથૂરેલા ઈલેક્ટ્રીક એન્જિનિયર મૂળ તમિલનાડુ હાલ ઓમાન ખાતે ખાનગી કંપનીમાં નોકરી.
આમ બે ભારતીય નાગરિક અને ત્રણ ઈરાની નાગરિકો ની ધરપકડ કરી આવતી કાલે ઓખા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે.
નીતીશ કુમાર પાંડયે, એસ. પી. દેવભૂમિ દ્વારકા.
ADVERTISEMENT