મોગલધામ ભીમરાણાના મહંત પ.પૂ.શ્રી ઘનશ્યામગિરી બાપુ થયા બ્રહ્મલીન, અંતિમ દર્શને પહોંચ્યા ભક્તો

દ્વારકાના મોગલધામ- ઓખાધર (ભીમરાણા) કે જે માં મોગલનું જન્મસ્થાન છે. વર્ષોથી મોગલધામ ભીમરાણામાં સેવા આપતાં મહંત પ.પૂ.શ્રી ઘનશ્યામગિરી બાપુનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે.

મોગલધામ (ભીમરાણા)

Mogaldham Bhimrana

follow google news

દ્વારકાના મોગલધામ- ઓખાધર (ભીમરાણા) કે જે માં મોગલનું જન્મસ્થાન છે. વર્ષોથી મોગલધામ ભીમરાણામાં સેવા આપતાં મહંત પ.પૂ.શ્રી ઘનશ્યામગિરી બાપુનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. સોમવારે (19-8-2024) રાત્રે 9 વાગ્યે મહંત ઘનશ્યામગિરી બાપુ બ્રહ્મલીન થયા હતા. ઓખાધર મોગલધામના મહંતના દેહાવસાનથી ભક્તોમાં શોક છવાયો છે.

ભીમરાણા ખાતે આજે (20-8-2024) સ્વર્ગવાસ પ.પૂ. શ્રી ઘનશ્યામગિરી બાપુને સમાધિ આપવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સંતો પહોંચ્યા હતા અને મહંતના અંતિમ દર્શન કર્યા હતા. 

    follow whatsapp