દ્વારકામાં જગત મંદિરના શિખર પર બિરાજમાન 52 ગજની ધ્વજા ખંડિત થઈ, શ્રદ્ધાળુઓ દુઃખી થયા

રજનીકાંત જોશી/દ્વારકા: ગુજરાતના દરિયામાં આફત બનીને કાંઠા તરફ આવી રહેલા બિપોરજોય વાવાઝોડાનું જોખમ છે. વાવાઝોડાના કારણે દરિયો ગાંડોતૂર બન્યો છે. દ્વારકાના જગત મંદિરમાં ભારે પવનના…

gujarattak
follow google news

રજનીકાંત જોશી/દ્વારકા: ગુજરાતના દરિયામાં આફત બનીને કાંઠા તરફ આવી રહેલા બિપોરજોય વાવાઝોડાનું જોખમ છે. વાવાઝોડાના કારણે દરિયો ગાંડોતૂર બન્યો છે. દ્વારકાના જગત મંદિરમાં ભારે પવનના કારણે ગઈકાલથી ધજા ચઢાવવાનું બંધ કરવામાં આવ્યું છે. જ્યારે સોમવારે પણ બે ધજા ચડાવવામાં આવી હતી. ત્યારે જગત મંદિર પર ચડાવવામાં આવેલી 52 ગજની એક ધજા ભારે પવનના કારણે ખંડિત થઈ ગઈ છે.

દ્વારકાના દરિયામાં તીવ્ર પવન ફૂંકાયો
દ્વારકાના જગતમંદિરમાં બિપોરજોય વાવાઝોડાના કારણે બે દિવસથી ધજા ચડાવવાનું બંધ કરવામાં આવ્યું છે. હાલ પણ દરિયામાં ખૂબ જ તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે. એવામાં મંદિરના શિખર પર ચઢાવવામાં આવેલી 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે. મંગળવારે ધજા ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી અને બાદમાં તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી હતી. મંદિરમાં આજે પણ ધજા ચઢાવવામાં આવી નથી અને 16મી જૂન સુધી વાવાઝોડાનું સંકટ ન ટળે ત્યાં સુધી ધજા ચઢાવવામાં આવશે નહીં.

ગઈકાલે મંદિર પાસે લાગી હતી આગ
નોંધનીય છે કે, ગઈકાલે સાંજે પણ દ્વારકા મંદિર પાસે આવેલી એક ત્રણ માળની દુકાનમાં ભયાનક અને ભીષણ આગની ઘટના બની હતી. જે બાદ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે બે દિવસમાં દ્વારકામાં વધુ એક અપશુકનની ઘટના બની છે. જેને લઈને શ્રદ્ધાળુઓ પણ દુઃખી થયા છે.

    follow whatsapp