દ્વારકા : યુવતી સાથે મિત્રતામાં યુવાને જીવ ખોવાનો વારો આવ્યો છે. દ્વારકામાં દલિત સમાજના યુવાન હાર્દીક ગોવીંદભાઇ બારીયા દ્વારકાના અન્ય સમાજની એક યુવતી સાથે મિત્રતા યુવતીના પિતા દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં યુવાન ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
યુવકને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
યુવકને પ્રાથમિક સારવાર માટે દ્વારકા અને વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલમાં 03 તારીખે સારવાર માટે ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયો છે. દ્વારકામાં દલિત સમાજના જ્ઞાતિજાનો બહોળી સંખ્યામાં ભેગા થયા હતા અને તપાસ અધિકારી સાથે મુલાકાત કરી હતી અને આરોપીને જલ્દીમાં જલ્દી પકડી અને સજા કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
દલિત સમાજમાં ભારે રોષની લાગણી
યાત્રાધામ દ્વારકામાં દલિત સમાજના યુવાનની અન્ય એક સમાજની યુવતી સાથે મિત્રતાની જાણ યુવતીના પિતાને તથા યુવતીના પિતાએ દલિત સમાજના યુવાનને માર મારતા યુવાન ગંભીર રીતે ઈજા પામ્યો હતો અને પ્રથમ દ્વારકા ત્યારબાદ જામનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવાન કોમામાં સારી જતા મામલો વધુ ગંભીર બન્યો હતો અને આજરોજ તારીખ 5 11 2023 ના રોજ જામનગર સારવાર દરમિયાન યુવાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયો હતો.
દલિત સમુદાય દ્વારા હોબાળો કરવામાં આવ્યો
મૃતક દ્વારકા જિલ્લાના દલિત સમાજમાંથી આવતો હોય બનાવવાની જાણ સમગ્ર સમાજને થતા આજે સમાજના જ્ઞાતિજાનો બહોળી સંખ્યામાં ભેગા થયા હતા. તપાસ અધિકારી સાથે મુલાકાત કરી હતી અને આરોપીને જલ્દીમાં જલ્દી પકડી અને સજા કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
(રજનીકાંત જોશી)
ADVERTISEMENT