જામનગરમાં નાકાબંધી દરમિયાન પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ, ફિલ્મી દ્રશ્યો સાથે પોલીસે કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

દર્શન ઠકકર,જામનગર: જિલ્લાના જોડિયા નજીક પાદરા પાટીયા પાસે ગઈકાલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મોરબી તરફથી પુર ઝડપે આવતી એક Scorpio કારે નાકાબંદી કરી રહેલા પોલીસ…

gujarattak
follow google news

દર્શન ઠકકર,જામનગર: જિલ્લાના જોડિયા નજીક પાદરા પાટીયા પાસે ગઈકાલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મોરબી તરફથી પુર ઝડપે આવતી એક Scorpio કારે નાકાબંદી કરી રહેલા પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. નાકાબંદીમાં રહેલ જોડિયા પીએસઆઇએ તાત્કાલિક સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પરંતુ આરોપીઓ કાર પરત આમરણ તરફ હંકારી નાસી છૂટ્યા હતા.  પોલીસે પીછો કરીને કારને આંતરી લઈ, કારમાંથી નીચે ઉતરી નાસી ગયેલ બે શખ્સોને પણ સીમ વિસ્તારમાંથી પકડી પાડ્યા છે.

જાણો શું હતી ઘટના
મોરબીથી એક યુવાનનું અપહરણ કરી ને બે શખ્સો સ્કોર્પિયો કારમાં જામનગર તરફ ભાગી છુટ્યા હોવાની મોરબી પોલીસે જામનગર પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન  જામનગર એલસીબીએ જોડિયા પોલીસને વોચ રાખવા અને નાકાબંધી કરવા સૂચના આપી હતી.  તાત્કાલિક ત્રણ ટીમ બનાવી ત્રણેય ટીમને અલગ અલગ સ્થળે નાકાબંધી કરવાની સૂચના આપી.  આ  દરમિયાન સાડા ચાર વાગ્યાના સુમારે મોરબી તરફથી એક કાળા કલરની સ્કોર્પિયો પૂર ઝડપે ઘસી આવી હતી. પોલીસની નાકાબંધી જોઈને Scorpio ચાલકે પૂર ઝડપે પોતાની કાર ચલાવી પીએસઆઇ ગોહિલ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો  હતો. સદનસીબે તેનો બચાવ થયો હતો.

ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
આરોપીઓએ અન્ય પોલીસ સ્ટાફ પર કાર ચડાવી દઇ હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પીએસઆઇ ગોહિલ હરકતમાં આવ્યા હતા અને તેઓએ પોતાની સર્વિસ રિવોલ્વર રિવોલ્વરમાંથી નાસી છૂટેલા આરોપીઓ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બીજી તરફ નાકાબંધીને જોઈ આરોપીઓએ પોતાની કાર પરત આમરણ તરફ પુર ઝડપે હંકારી હતી. જોકે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જેને લઈને પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે સરકારી વાહન સાથે આરોપીઓનો પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓની કાર કેશીયા ગામના પાટીયા પાસે રોડ સાઈડના સિમેન્ટ પોલ પર અથડાયેલી હાલતમાં મળી આવી હતી. પરંતુ આરોપીઓ કારની અંદર મળ્યા ન હતા.

જેને લઈને પોલીસે આ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. એક કલાકની જહેમત બાદ બંને આરોપીઓ હાડાટોડાની સીમમાંથી થાકેલી પાકેલી હાલતમાં મળી આવ્યા હતા.. મોરબી તાલુકાના વાવડી ગામે રહેતા સલીમ દાઉદ માણેક અને મોરબીમાં વાવડી રોડ પર રહેતા રફીક ગફુર મોવર નામના બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: આ રીતે ભણશે ગુજરાત? ડબલ એન્જિન સરકારમાં બાળકો ઝાડના છાયા નીચે ભણવા મજબુર બન્યા

આ મામલે કર્યું હતું અપહરણ
મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સતિષભાઈ મેરજાનું સૂર્યા પ્લાસ્ટિક નામનું કારખાનું છે. જેમાં હિતેશ રામાવતના લેબર કોન્ટ્રાક્ટર માણસો કાર્યરત છે.આ કોન્ટ્રાક્ટર સાથે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના રશીદાબેન હનીફભાઈ જામ તેમની દીકરી સાઈના જામ તેમજ શાહીન અને મુસ્કાન ઉંમર ભાઈ સોઢા તથા તેની બેન નાઝમીન, સમીના તથા અસ્મિતા અને રિયા તેમજ આરીફ તથા મહેબૂબ નામના માણસો કામ કરે છે. નોકરી પરથી માયા અને મુસ્કાન ખરીદીના બહાને બહાર નીકળી ગઈ હતી. કોન્ટ્રાક્ટર હિતેશ રામવતે બન્નેનો કોન્ટેક કર્યો અને લેવા પહોંચ્યો હતો. આ દરમિયાન માયાએ બોલાવેલા સલીમ નામના શખ્સે હિતેશ રામાવત પર શા માટે છોકરીને લેવા આવ્યો એવુ કહી હુમલો કર્યો. સલીમ અને રફીક નામના શખ્સોએ બળજબરીથી હિતેશભાઈને કારમાં બેસાડી અપહરણ કર્યું અને રસ્તામાં ઢોર માર માર્યો. જડેશ્વર મંદિર પાસે હિતેશભાઈને ઉતારી બંન્ને ઈસમો ફરાર થઈ ગયા. જેને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મોરબીની પોલીસે જામનગરની પોલીસનો સંપર્ક કરી જાણ કરતા બન્ને આરોપીને દબોચી લેવામાં આવ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp