પીળી હળદરનો કાળો કારોબાર, નડિયાદમાં ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

હેતાલી શાહ, નડિયાદ: ઘરમાં હળદરનો ઉપયોગ સામાન્ય બાબત છે. અને લોકો હળદરનો ઉપયોગ પોતાના ભોજનમાં અવશ્ય કરતા હોય છે. એવામાં હળદર વાપરતા પહેલા ચેતી જજો…

gujarattak
follow google news

હેતાલી શાહ, નડિયાદ: ઘરમાં હળદરનો ઉપયોગ સામાન્ય બાબત છે. અને લોકો હળદરનો ઉપયોગ પોતાના ભોજનમાં અવશ્ય કરતા હોય છે. એવામાં હળદર વાપરતા પહેલા ચેતી જજો કારણ કે તમે જે ખાવામાં હળદરનો ઉપયોગ કરી રહ્યા છો તે ડુબલીકેટ પણ હોઈ શકે છે. નડિયાદમાં આવી જ ડુબલીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાય છે. જેને લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

નડિયાદ મીલ રોડ પર આવેલ એક ફેક્ટરીમાંથી ડુબલીકેટ હળદર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. નડિયાદ ટાઉન પોલીસ, ડી સ્ટાફ તથા ડીવાયએસપીની ટીમને બાતમી મળી હતી કે, આ જગ્યા પર ડુબલીકેટ દારૂ બનાવવા માટે ના કેમિકલ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે પોલીસની ટીમે અહીંયા છાપો માર્યો ત્યારે પોલીસ પણ જોઈને ચોંકી ગઈ. કારણ કે અહીંયા કેમિકલનો ઉપયોગ કરીને ડુબલીકેટ હળદર બનાવવામાં આવતી હતી. આ ફેક્ટરી પર મોટા પ્રમાણમાં કેમિકલના બેરેકો અને ડુબલીકેટ હળદર બનાવવા માટેનો સામાન મળી આવ્યો છે. જેને લઈને ફુડ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી અને કેમિકલની તપાસ હાથ ધરી છે. સાથે જ હળદરના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

ફેક્ટરીમાંથી મોટી સંખ્યામાં કેમિકલ મળી આવ્યું
એક તરફ ઉનાળામાં પૂરા વર્ષ માટેના મસાલા લેવામાં આવતા હોય છે. ત્યારે હવે ડુપ્લિકેટ વસ્તુને લઈ લોકો ત્રાહિમામ છે. ત્યારે આખા વર્ષ માટે રસોડામાં ઉપયોગમાં લેવાતી ડુપ્લિકેટ હળદરની ફેક્ટરી ઝડપાઇ છે. આ ફેક્ટરીમાં કેમિકલ અને કણકીનો ઉપયોગ કરીને હળદર બનાવવામાં આવતી હતી. ફેકટરી માંથી મોટી સંખ્યામાં કણકી, કણકીનો લોટ, તથા મોટી સંખ્યામાં કેમિકલ ભરેલ બેરલ મળી આવ્યા છે.

પોલીસે શરૂ કરી તપાસ
હાલમાં ડીવાયએસપી, નડિયાદ ટાઉન પોલીસ અને ડિ સ્ટાફ દ્વારા આખી ફેક્ટરીમાં અત્યાર સુધીને કેટલા પ્રમાણમાં આ ડુબલીકેટ હળદર બનાવવામાં આવી છે, સાથે જ ક્યાં ક્યાં આ હળદર સપ્લાય કરવામાં આવી છે. તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફેક્ટરી માંથી તૈયાર થતી ડુબલીકેટ હળદર વિદેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, એક જ દિવસમાં 2 લોકોએ ગુમાવ્યા જીવ

ફૂડ વિભાગની કામગીરી સામે ઉઠયા સવાલો
મહત્વનું છે કે આ ફેક્ટરી વર્ષો જૂની છે. પરંતુ ફૂડ વિભાગને ગંધ પણ ન આવી કે આ ફેક્ટરીમાં ડુબલીકેટ હળદર બની રહી છે. આ તો પોલીસે બાતમી મળી હતી કે, ડુબલીકેટ દારૂ બનાવવા માટે કેમિકલનો ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે. એમાં આ કૌભાંડ સામે આવ્યું છે. આ ઘટનાને લઈ ત્યારબાદ ફૂડ વિભાગ સફાળું જાગ્યું છે. પરંતુ આજ દિન સુધી ફૂડ વિભાગે આ ફેક્ટરી સામે નજર પણ સુધા કરી નથી જેને લઈને ફૂડ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp