રાજકોટમાં 1600 કિલો નકલી પનીર પકડાયું, ભાવનગરથી આવ્યો હતો જથ્થો

રાજકોટઃ ગુજરાતમાં નકલી દૂધ, નકલી ધાન્ય, નકલી બીયારણથી લઈને નકલી દારુનો પણ જથ્થો ઘણી વખત સામે આવી ચુક્યો છે ત્યારે રાજકોટમાંથી અધધધ 1600 કિલો નકલી…

રાજકોટમાં 1600 કિલો નકલી પનીર પકડાયું, ભાવનગરથી આવ્યો હતો જથ્થો

રાજકોટમાં 1600 કિલો નકલી પનીર પકડાયું, ભાવનગરથી આવ્યો હતો જથ્થો

follow google news

રાજકોટઃ ગુજરાતમાં નકલી દૂધ, નકલી ધાન્ય, નકલી બીયારણથી લઈને નકલી દારુનો પણ જથ્થો ઘણી વખત સામે આવી ચુક્યો છે ત્યારે રાજકોટમાંથી અધધધ 1600 કિલો નકલી પનીર પકડાયું છે. તંત્રની સજાગતાએ આ જથ્થો તો પકડી પાડ્યો છે પરંતુ આવા ધંધા કરનાર એક નહીં પણ અનેકો છે. ખાદ્ય ચીજોમાં અઢળક માત્રામાં કેમિકલ્સ, નકલ, અખાદ્ય વસ્તુની ભેળસેળ વગેરે સતત થઈ રહ્યું છે. જેના કારણે લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યા છે. તળબુચ, કેરી જેવા ફળોમાં પણ તંત્રને સતત નજર રાખવી પડે છે. કારણ કે જે રીતે તેને પકવવામાં આવી રહ્યા છે તેને લઈને તંત્રની સજાગતા અનિવાર્ય બની છે. હવે રાજકોટમાં કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા નકલી પનીર પકડી પાડવામાં આવ્યું છે.

ભાવનગરથી આવ્યો હતો આ જથ્થો
રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જોકે આ જથ્થો જ્યારે પકડાયો ત્યારે ખુદ કોર્પોરેશનની ટીમ પણ ચોંકી ગઈ હતી કારણ કે ટેમ્પોમાં મળેલો જથ્થો એકાદ બે કે પાંચ કિલો નહીં પરંતુ 1600 કિલો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. કોર્પોરેશની ટીમે તપાસ કરતા આ જથ્થો ભાવનગરના મહુવા તાલુકાના મેસવાડ ગામની રામ કૃષ્ણ ડેરીમાંથી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ડમીકાંડમાં બગદાણાના પોલીસ કોન્સ્ટેબલનું પણ નામ આવ્યું, 18 દિવસથી પોલીસ શોધી શકી નથી

કોર્પોરેશનની ટીમનું માનવું છે કે આ નકલી પનીર સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક ગામડાઓમાં ભેળસેળ યુક્ત પનીરનું વેચાણ થતું થતું હોવાનું સામે આવી રહ્યું છે. આરોગ્ય શાખાએ જથ્થો સીઝ કરીને નકલી પનીરના નમૂનાઓ લેબમાં તપાસ માટે ખસેડ્યા હતા. આ અંગે આવો જાણીએ આરોગ્ય અધિકારી જયેશ વાકાણી શું કહે છે.

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp