દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરના સાયપ્રસ સેક્શન રોડ પર આવેલી કલેક્ટર કચેરી પાસેની બિલ્ડીંગમાં કોર્પોરેટરોના નામે નકલી આવક વેરીફીકેશનના પુરાવા (ઈનવર્ડ એન્ટ્રી) વેચવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ભાવેશ નામનો વ્યક્તિ અને તેની પત્ની મળીને આ કૌભાંડ ચલાવતા હતા. જામનગરના અનેક કોર્પોરેટરોના બનાવટી દસ્તાવેજો આ સ્થળેથી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
‘રાજ્યની સરકારે દલિતોની હત્યાનો છૂટો દૌર આપ્યો છે’- અમરેલી હત્યાને લઈ જીગ્નેશ મેવાણી લાલઘૂમ
કેવી રીતે પકડાયું આ કૌભાંડ?
લોકોના જણાવ્યા મુજબ, જામનગરના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચના નંદાડિયાને ફોન આવ્યો હતો અને તેણે એક બિલ્ડીંગમાં રહેતા દંપતી દ્વારા તેના નકલી ઇનવર્ડ એન્ટ્રી ડોક્યુમેન્ટ્સ રૂ. 100માં વેચી દેવાયા હોવાનું જણાવ્યું હતું. આ બાબત જાણવા માટે રચનાબેન દંપતી પાસેથી પોતાના એટલે કે રચના બેનના નામે નકલી દસ્તાવેજ મંગાવ્યો હતો. જે તે બિલ્ડીંગમાં કોઈ વ્યક્તિ દ્વારા છેતરપિંડી કરી હતી, તો દંપતીએ કહ્યું હતું કે તેમના (રચના નંદાડિયા)ના નામનો દસ્તાવેજ તેમની પાસે છે પરંતુ તેના સ્થાને બીજા કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા જે વોર્ડ નં. 2ના કોર્પોરેટરના નામે નકલી દસ્તાવેજ પણ છે. રચનાબેને તુરંત જ જયેન્દ્રસિંહ ઝાલાને પણ સ્થળ પર બોલાવીને બનાવટી દસ્તાવેજો વેચતા દંપતીને પકડી પાડ્યા હતા. આ કૌભાંડ ચલાવનાર દંપતીને પકડીને પુરાવા સાથે પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ કૌભાંડ કેટલા સમયથી આચરવામાં આવે છે અને તેના તાર ક્યાં જોડાયેલા છે?
ADVERTISEMENT