ગાંધીનગરઃ શિક્ષણ જગત સાથે જ સંકળાયેલા એજન્ટો ડમી વિદ્યાર્થીઓને મદદ કરવામાં સંડોવાયેલા હોવાનો મોટો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા મોટા ધડાકા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાત સરકારની ઘણી પરીક્ષાઓ, બોર્ડની પરીક્ષાઓ સહિત ઘણી પરીક્ષાઓનો માહોલ છે ત્યારે યુવરાજસિંહે કરેલા આવા ગંભીર પ્રકારના ધડાકાઓને લઈને શિક્ષણ જગત પણ હચમચી જશે તે નક્કી છે.
ADVERTISEMENT
શું કહ્યું યુવરાજસિંહે
યુવરાજસિંહે કહ્યું કે, ગુજરાતમાં એક નવી મોડસ ઓપરેન્ડી સાથે સિસ્ટમમાં રહીને ગેરકાયદે રીતે ભરતીઓને લઈને છૂટો દોર મળી રહ્યો છે. નવી મોડસ ઓપરેન્ડી પ્રમાણે ડમી ઉમેદવારો ઊભા રાખવામાં આવી રહ્યા છે. હાલમાં જ ભાવનગરની મુલાકાત દરમિયાન નવી મોડસ ઓપરેન્ડીઓ સામે આવી તે મારે જાહેર કરવી છે. અને તંત્ર પણ તે બાબતો પર ધ્યાન આપે તેવી મારી વિનંતી છે. ભાવનગર જિલ્લાના તળાજા, શિહોર પંથકમાં કેટલાક ગામોમાંથી અમુક ચોક્કસ સમાજના મહેનતુ વિદ્યાર્થીઓને ડમી તરીકે પરીક્ષામાં બેસાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. અમુક ચોક્કસ સમાજો આની સાથે સીધા સંકળાયેલા છે. અમે એવું પણ માનીએ છીએ કે આ એક વિસ્તાર પુરતું નથી અન્ય વિસ્તારોમાં પણ થતું હશે.
સુરેન્દ્રનગરમાં રખડતા આખલાઓનો આતંકઃ વાહનોને લીધા અડફેટેઃ Video
કોણે ડમી વિદ્યાર્થી તરીકે મેળવી ગયું નોકરી
બીજી એક રીતમાં નકલી માર્કશીટ, નકલી દસ્તાવેજો આપીને નકલી ઉમેદવારોને બેસાડી પરીક્ષાઓ પાસ કરાવી દેવામાં આવે છે. નકલી માર્કશીટો અમારા ધ્યાનમાં આવી છે જેમાં 90 ટકાથી વધારે બતાવી ટપાલી જેવી પોસ્ટમાં સીધા જ લગાડી દેવાના કાંડ ચાલી રહ્યા છે. તલાટી, બીન સચિવાલય, ફોરેસ્ટ વગેરેમાં ડમી વિદ્યાર્થી બનાવી વેલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં પણ નોકરી કરી રહ્યા છે અને પરીક્ષા આપવાના છે. જેમાં પહેલું નામ છે. ભાવેશ રમેશ જેઠવા જેની જગ્યાએ પરીક્ષા આપવા મિલન ગોગાભાઈ હતા. તે વ્યક્તિ પશુધન નિરિક્ષક વર્ગ ત્રણની જગ્યા પર પાસ થયા છે. તે પછી કવિત નીતિન રાવ જેની જગ્યાએ મિલન ગોગાએ જ પરીક્ષા આપી હતી. જે લેબોરેટરી ટેક્નીશીયનની ભરતીમાં લાગ્યા છે. તે પછી અંકિત નરેન્દ્રભાઈ નકુમ જેની જગ્યાએ બિમલે પરીક્ષા આપી હતી. ગ્રામ સેવકની ભરતીમાં જોડાયો છે. જયદિપ વાલજી રમણાની જગ્યાએ કલ્પેશ પંડ્યાએ પરીક્ષા આપી હતી જે વર્ગ 3ની 2021-22ની ભરતીમાં લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવા તો ઘણા છે જેમના નામ સાથે યુવરાજસિંહે આજે ધડાકો કર્યો છે. જુઓ આ વીડિયો…
ADVERTISEMENT