ડમીકાંડમાં પકડાયેલા આ 16 સરકારી નોકરી કરતા આરોપીઓની તપાસ હવે કરશે ACB, જાણો તમામના નામ

નીતિન ગોહિલ.ભાવનગરઃ રાજ્યવ્યાપી ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે અત્યાર સુધી ૪૭ જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જેમાં ૩૬ લોકો સામે FIR…

dummy kand, dummy scam, dummy candidate scam, Gujarat, ACB, black money, Bhavnagar, Crime News

dummy kand, dummy scam, dummy candidate scam, Gujarat, ACB, black money, Bhavnagar, Crime News

follow google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ રાજ્યવ્યાપી ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે અત્યાર સુધી ૪૭ જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જેમાં ૩૬ લોકો સામે FIR થયેલી તેમાંથી ૨૩ ઝડપાયા છે, જ્યારે ૨૪ લોકો પૂછપરછ બાદ ઝડપાયા હતા. જોકે અત્યાર સુધીમાં પોલીસે ડમીકાંડ મામલે કુલ ૪૭ આરોપીને ઝડપી લીધા છે. તેમજ હજુ આ કેસમાં આરોપીઓની ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમો દ્વારા શોધખોળ શરૂ છે. ડમીકાંડ મામલે પોલીસે ચોપડે અત્યાર સુધી કુલ ૫૯ જેટલી ફરિયાદો નોંધાઈ છે, જેમાં સરકારી પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેસાડી સરકારી નોકરી મેળવી હતી. ડમીકાંડમાં પકડાયેલા આરોપીઓ પૈકી ૧૬ જેટલા આરોપીઓ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા હતા. સરકારી વિભાગમાં ફરજ બજાવતા આ ૧૬ જેટલા આરોપીઓ સામે હવે આગળની તપાસ ACB કરશે.

યુવરાજસિંહે કર્યું હતું ડમીકાંડને ઉજાગર
ભાવનગર ડમીકાંડમાં ACBએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે હાલ ડમીકાંડ તપાસમાં SIT, SOG, LCB અને ભરતનગર પોલીસની ટીમ કાર્યરત છે. ત્યારે હવે અપ્રમાણસર મિલકત મુદ્દે ACB એ પણ આ કેસમાં ઝંપલાવ્યું છે અને ડમીકાંડમાં ઝડપાયેલા કુલ આરોપીઓ પૈકી ૧૬ જેટલા સરકારી કર્મચારીઓ જે વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા હતા તેની તપાસ હવે ACB દ્વારા ઝડપાયેલા સરકારી કર્મચારીઓની અપ્રમાણસર મિલકત અંગે તપાસ હાથ ધરી છે. ગત એપ્રિલ મહિનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ સમ્રગ ડમીકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ ભાવનગર રેન્જ આઈ. જી. ગૌતમ પરમારના આદેશ બાદ ડમીકાંડમાં SITની રચના કરવામાં આવી હતી. આ કેસમાં તપાસનો ધમધમાટ કરતા ૬૦થી વધુ આરોપીઓ ડમીકાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓને પકડી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં વર્ષ-૨૦૧૩ થી આ ડમીકાંડ રાજ્યમાં ચાલતું હોવાનું બહાર આવ્યું છે.

સુરતમાં જાણીતી બ્રાન્ડના દારુની નકલી બોટલો ભરી, સીલ લગાવી ચલાવાતો હતો વેપલો

કોણ છે આ 16 આરોપીઓ
ત્યારે હવે ડમીકાંડમાં પકડાયેલા ૧૬ જેટલા સરકારી કર્મચારીઓની તપાસ ભાવનગર ACBનાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. પટેલ અને માલા ભરવાડને સોંપવામાં આવી છે. જે સમ્રગ મામલો તપાસ કરતા ડમીકાંડમાં સંડોવાયેલા ૧૬ જેટલા આરોપીઓ સરકારી વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. જેમાં શરદ પનોત જે સરતાનપર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. પ્રકાશ દવે BQC તળાજા અને પ્રદીપ બારૈયા કોર્ટ કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો. સંજય પંડ્યા ટ્રેનિંગ PSI તરીકે ફરજ બજાવતો હતો, અક્ષય બારૈયા PTI કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો, વિરમદેવસિંહ ગોહિલ ST ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો, ભાર્ગવ બારૈયા, રમેશ બારૈયા MPHW સાવરકુંડલામાં ફરજ બજાવાતા હતા, વિપુલ અગ્રવાત શિક્ષક તળાજા તરીકે ફરજ બજાવતો હતો, હસમુખ ભટ્ટ કેશળામાં તલાટી તરીકે ફરજ બજાવતો હતો, સંજય સોલંકી MPHW છોટાઉદેપુર ફરજ બજાવતો હતો, ગોપાલ લાંધવા MPHW સાવરકુંડલામાં ફરજ બજાવતો હતો, ઈકબાલ લોંડિયા MPHW પાવી જેતપુત ખાતે ફરજ બજાવતો હતો, હનીફ લોડિયા MPHW પાવી જેતપુરમાં ફરજ બજાવતો હતો, કલ્પેશ જાની શિક્ષક છોટાઉદેપુર તરીકે ફરજ બજાવતા હતો, દિવ્યેશ પંડયા પોલીસ કોન્સ્ટેબલ બગદાણા ફરજ બજાવતો હતો. એમ કુલ ૧૬ જેટલા ઝડપાયેલા આરોપીઓ સામે આ સરકારી કર્મચારીઓની અપ્રમાણસર મિલકત અંગે તપાસ હવે ACB દ્વારા કરવામાં આવશે છે.

    follow whatsapp