અંબાજી : ગુજરાતમાં આજે દિવાળીનું પર્વ ધામધુમપુર્વક ઉજવવામાં આવ્યું હતું. તમામ ગુજરાતના દેવસ્થાનો અને પ્રખ્યાત મંદિરોને રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. અયોધ્યામાં પણ લાખો દિવડાથી રામ મંદિર અને સરયુ ઘાટને શણગારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતનાં દ્વારકા, સોમનાથ, ડાકોર સહિતનાં તમામ નાના મોટા મંદિરોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. જો કે આ કિસ્સામાં અંબાજી મંદિર એક અપવાદ હતો.
ADVERTISEMENT
પીએમના આગમન સમયે શણગારાયું પણ દિવાળીના દિવસે વ્યવસ્થાનો અભાવ
પીએમ મોદીના આગમન સમયે ભવ્ય રીતે શણગારવામાં આવેલ મંદિરમાં દિવાળી દરમિયાન અંધકાર જોવા મળ્યો હતો. દિવાળીના દિવસે સામાન્ય દિવસોમાં જોવા મળતી હોય તેટલી લાઇટોથી જ મંદિર શણગારવામાં આવ્યું હતું. જેના કારણે અનેક તર્ક વિતર્કો ઉદ્ભવ્યા હતા. દિવાળી હોવા છતા મંદિર કેમ શણગારવામાં ન આવ્યું તે મુદ્દે ટ્રસ્ટીઓ વચ્ચે કોઇ તાલમેલ નહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
(વિથ ઇનપુટ શક્તિસિંહ રાજપુત)
ADVERTISEMENT