મહેસાણાઃ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત દેશમાં ઠેર-ઠેર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ તિરંગા યાત્રા સાથે દેશભક્તોની રેલી નીકળી હતી. તેવામાં દૂધસાગર ડેરીએ પશુપાલકોને અમૂલ્ય ભેટ આપી દીધી છે. તેમણે 15 ઓગસ્ટના દિવસે ડેરી દ્વારા ખરીદવામાં આવતા દૂધમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે.
ADVERTISEMENT
પશુપાલકોમાં ખુશીની લહેર
મહેસાણાની દૂધસાગર ડેરીમાં આઝાદી કા અમૃત મહોત્સવની આ અમૂલ્ય ભેટની જાહેરાત થતા પશુપાલકો ખુશ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે પહેલા ડેરી દ્વારા પ્રતિ કિલોફેટ 720 રૂપિયાનો ભાવ આપવામાં આવતો હતો. હવેથી એમાં ખરીદ ભાવ વધારીને ડેરીએ પ્રતિકિલોફેટ 10 રૂપિયાનો ભાવ વધારાયો છે. એટલે પશુપાલકોને 730 રૂપિયા કિલો ફેટના આધારા ચૂકવણી કરાશે. ઉલ્લેખનીય છે કે આ ભાવ 21 ઓગસ્ટથી અમલમાં મુકાશે.
ADVERTISEMENT