સાજીદ બેલિમ/સુરેન્દ્રનગર: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ફરી એક જીવલેણ દુર્ઘટના ઘટી છે. ચોટીલા નજીક હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક પર તાડ પત્રી બાંધતા સમયે ડ્રાઈવર અને કન્ડક્ટરને શોક લાગી જતા બંનેના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
ADVERTISEMENT
વિગતો મુજબૂ, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક ઊભી રાખીને ડ્રાઈવર અને કન્ડક્ટર તાડપત્રી બાંધી રહ્યા હતા. ટ્રકની ઉપરથી વીજ લાઈન પસાર થઈ રહી હતી. આ વીજ લાઈનને અડી જતા બંનેનું સ્થળ પર શોક લાગવાથી મોત નિપજ્યું હતું અને ત્યાં જ ઢળી પડ્યા હતા.
રાજસ્થાનના ટ્રક ડ્રાઇવર અને કંડકટરના આ રીતે અકસ્માતે વિજશોક લાગવાથી મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. સાથે જ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
ADVERTISEMENT