'હથિયાર રાખો...' કહીને ડૉ. ગજેરાએ જાહેરમાં બતાવી પિસ્તોલ, અમરેલીમાં યોજાઈ હતી કેન્ડલ માર્ચ

મહિલા ડોક્ટર સાથે થયેલી બળાત્કાર અને હત્યાની ઘટના અંગે અમરેલીમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી. અમરેલી શાંતાબા મેડિકલ હોસ્પિટલના તબીબો દ્વારા હોસ્પિટલથી રાજકમલ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. પરંતુ આ કેન્ડલ માર્ચ દરમિયાન ડો. ગજેરા ભાન ભૂલ્યા હતા. કેન્ડલ માર્ચ દરમિયાન ડો. ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવી હતી.

dr jg gajera

ડૉ. જે.જી.ગજેરા

follow google news

Kolkata Rape Murder Case : કોલકાતામાં એક તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ બનેલી ઘટનાથી રોષે ભરાયેલા ડોક્ટરો દેશના વિવિધ રાજ્યોમાં હડતાલ કરી રહ્યા છે. ત્યારે આ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ 17 ઓગસ્ટે સમગ્ર દેશમાં હડતાળનું એલાન કર્યું છે. ત્યારે કોલકાતાની ઘટનાના પડઘા અમરેલીમાં પણ પડ્યા છે. અમરેલીમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી, આ દરમિયાન અમરેલીના IMAના અધ્યક્ષ ડો.ગજેરાએ જાહેરમાં હથિયાર કાઢ્યું હતું.

મહિલા ડોક્ટર સાથે થયેલી બળાત્કાર અને હત્યાની ઘટના અંગે અમરેલીમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી. અમરેલી શાંતાબા મેડિકલ હોસ્પિટલના તબીબો દ્વારા હોસ્પિટલથી રાજકમલ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. પરંતુ આ કેન્ડલ માર્ચ દરમિયાન ડો. ગજેરા ભાન ભૂલ્યા હતા. કેન્ડલ માર્ચ દરમિયાન ડો. ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવી હતી. જણાવી દઈએ કે, ડો. ગજેરા આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અમરેલી જિલ્લાના પ્રમુખ પણ છે. 

'હથિયાર એમનેમ રાખો તો પણ વાંધો નહીં...'

ડોકટરોએ હવે ફરજિયાત હથિયાર રાખવું પડશે તેમ કહી ડો. ગજેરાએ જાહેરમાં હથિયાર કાઢ્યું હતું. પિસ્તોલ બતાવીને જાહેરમાં ડો.ગજેરાએ કાયદાનો ઉલાળીયો કર્યો હતો. ડોકટરોની કેન્ડલ માર્ચમાં ડો.ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવીને જાતે રક્ષક બનવાની ફિશ્યારી મારી હતી. ડો. ગજેરાએ કહ્યું કે, 'લાઈસન્સ લઈને હથિયાર રાખો તો પણ વાંધો નહીં અને જાહેરમાં કહું છું એમનેમ રાખો તો પણ વાંધો નહીં... જાહેરમાં કહું છું મોટા અક્ષરે છાપો.'

'આરોપીને ફાંસી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું'

ડો. ગજેરાએ કહ્યું કે, 'આજનું વિરોધ પ્રદર્શન કોલકાતામાં બનેલી ઘટનાને લઈને કરાયું. કોલકાતામાં ઘાતકી રીતે મર્ડર કરવામાં આવ્યું છે તેના વિરોધમાં અમે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. જો આ કેસમાં કોઈ નિવેડો નહીં આવે અને આરોપીને ફાંસી નહીં આપવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. IMA હંમેશા સ્ટુડન્ટ્સની સાથે રહેશે. આવતીકાલે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી દવાખાના અને હોસ્પિટલ બંધ રહેશે. ઈમરજન્સી સારવાર સિવાય.'

17 ઓગસ્ટના રોજ દેશભરમાં તબીબી સેવાઓ ઠપ

IMA દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, સરકારી અને ખાનગી હોસ્પિટલ આ દેશવ્યાપી હડતાલનો ભાગ હશે અને હડતાલ 17 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી 18 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યા સુધી રહેશે. 

 

    follow whatsapp