રાજકોટ : હવે જનતા જ પોલીસ બની જનતા રેડ પાડી દારૂની બદીને દૂર કરવાના પ્રયાસો કરી રહી છે. પોલીસને હવે આરામ અને હરામ સિવાય બીજા કોઇમાં રસ હોય તેવું નથી લાગી રહ્યું. આવી જ એક ઘટના રાજકોટના નિર્મલા રોડ નજીક તિરુપતિનગર સોસાયટીમાં બનતા પોલીસનું નાક કપાયું છે. અહીં મહિલાઓએ ન માત્ર દારૂ પરંતુ દારૂડીયાઓને પણ પકડાવ્યા છે. ત્યારે દારૂ ક્યાંથી આવ્યો અને દારૂડિયા લાંબા સમયથી પાર્ટી કરતા હોવા છતા પકડાયા કેમ નહી તે સવાલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
પાડોશીઓએ ઘરમાં તાળુ મારીને દારૂડીયાઓને પુરી દીધા
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાડોશમાં રહેતી મહિલાઓએ દારૂની પાર્ટી કરતા શખ્સોને તેમના ઘરમાં જ તાળું મારી પૂરી દીધા હતા. બાદમાં પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી આવી હતી. 8થી વધુ શખ્સ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જો કે પોલીસ આવતા જ 3થી 4 શખ્સ ભાગી ગયાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો.
દારૂ પીને ખેલ કરતા અને એરગનમાંથી ફાયરિંગ કરતા હતા
છેલ્લા 8 મહિનાથી આ શખ્સો દારૂ પીને ખેલ કરી એરગનમાંથી ફાયરિંગ કરતા હતા. આખો વિસ્તાર બાનમાં લેતા હતા. મહિલાઓએ આક્ષેપ કે, પોલીસ પણ અમારૂ કાંઇ પણ નહી બગાડી શકે જેને ઇચ્છા હોય તેને કહી દો તેમ કહેતા હતા. પોલીસે 3 શખ્સની ધરપકડ કરી રિક્ષામાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
અવાર નવાર દારૂ પીને મહિલાઓની છેડતી કરતા હતા
આ શખ્સો સોસાયટીમાં અવારનવાર દારૂ પીવા આવતા હતા. સોસાયટીની મહિલાઓની છેડતી પણ કરતા હતા. દારૂની પાર્ટી કરતા શખ્સોને તેના જ ઘરમાં પૂરી બહારથી મહિલાઓએ તાળું મારી દીધું હતું. પોલીસ કંટ્રોલને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસે શરમે ધરમે આવવું પડ્યું હતું. પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કપડા પહેરવાનું પણ ભાન ન રહેતું અને સોસાયટી બાનમાં લેતા હતા
મહિલાઓએ જણાવ્યું કે, બધા હાથમાં બોટલો લઇને આવતા હતા. કાળા ઝભલામાં બોટલો લઈને આવે છે. પછી બધા દારૂ પીને રાતના 2 વાગ્યે મોટા અવાજે સ્પીકર વગાડે છે. મકાન માલિક કશ્યપભાઈ ઠાકોર છે. અમે ત્રાસી ગયા છીએ. દારૂ પીને કપડાં પહેરવાનું પણ ભાન રહેતું નથી અને નગ્ન થઈને નીકળતા હોય છે. તેમજ અપશબ્દો પણ બોલતા હોય છે. આઠ મહિનાથી સતત આ ત્રાસ છે. અમે અવારનવાર પોલીસને જાણ કરી છે. કશ્યપભાઈ પર ચાર કેસ ચાલુ છે. પોલીસ આવીને પકડી જાય અને બીજા દિવસે છૂટી જાય છે. અમારી એક જ માંગ છે કે આ ઘર બંધ થવું જોઈએ.
ADVERTISEMENT