સુરત : રખડતા ઢોરનો ત્રાસ ઓછો હતો તેમ હવે સ્ટ્રીટ ડોગના કારણે લોકો પરેશાન છે. આવતી કાલે જ એક 3 વર્ષની બાળકીને કુતરાએ 27 થી વધારે વખત બચકા ભર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. બાળકી ખુબ જ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. તેના ફેફસામાં કાણા પડી ગયાનું પણ ડોક્ટરને આશંકા છે. સુરતમાં કુતરા કરડવાના કિસ્સાઓમાં ખુબ જ વધારો થયો છે. હવે સુરતના રસ્તે ચાલવું પણ સુરક્ષીત નથી. રસ્તે ચાલતા અનેક લોકોને પણ કુતરા કરડ્યા છે. જો કે સુરત કોર્પોરેશન મીઠી નિંદર માણી રહ્યું છે.
ADVERTISEMENT
સુરત કોર્પોરેશનના ખસીકરણના દાવા કેટલા સાચા
એક તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખસીકરણના દાવાઓ કરી રહ્યું છે, બીજી તરફ કુતરા કરડવાનો સિલસિલો હજી પણ યથાવત્ત છે. સુરતમાં 15 દિવસમાં જ 477 લોકોને બચકા ભર્યા છે. જેમાં એક બાળકનું મોત પણ થયું છે. જે પૈકી 15 લોકો આજે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિમાલી બોઘાવાલાનું કહેવું છે કે, કોર્પોરેશન દ્વારા કુતરાઓનું ખસીકરણ અને રસીકરણ માટે ખાનગી એજન્સીઓને કામ સોંપેલું છે. જેમાં 20000 કુતરાઓનું ખસીકરણ કરવાનું છે. જે પૈકી અત્યાર સુધીમાં 12 હજાર કુતરાઓનાં ખસીકરણ થઇ ચુક્યાં છે.
સુરતમાં દરરોજ 20-25 લોકોને કુતરા કરડે છે
સુરતમાં દરરોજ 20 થી વધારે લોકોને કુતરાઓ કરડે છે. તેવામાં હવે અહીંના લોકો પોતાના બાળકો, ઘરથી બહાર એકલા મોકલવામાં પણ ડર લાગી રહ્યો છે. સુરતના મેયર હિમાલી બોઘાવાલાનું કહેવું છે કે, કુતરાઓ માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશને અલગ અલગ પિંજરાઓનો પણ ઓર્ડર આપ્યો છે. અત્યાર સુધી અલગ અળગ વિસ્તારમાં કુતરાઓના ખસીકરણ ઉપરાંત પિંજરાઓ પણ તૈયાર કરાવાઇ રહ્યા છે.
સુરત કોર્પોરેશન દ્વારા 24 કલાકની ડોગ કેચિંગ ટીમ તહેનાત કરવામાં આવી
કુતરાઓના સતત વધી રહેલા આતંક વચ્ચે સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા 27×7 ડોગ કેચિંગ ટીમને પણ તહેનાત કરી છે. જો કે આ અંગે નિષ્ણાંતોના અનુસાર ફિમેલ ડોગમાં કેટલાક હોર્મોનલ ચેન્જ જોવા મળ્યા છે. જેના કારણે તેનામાં ચિડ વધી જાય છે અને તે કરડવા માટે દોડે છે. જ્યારે મેલ ડોગ ભુખ્યા હોય તેવી સ્થિતિમાં જ કરડવા દોડે છે. તેવામાં પ્રજનનની પ્રક્રિયામાં પણ પરિવર્તન જોવા મળ્યા છે. જેના કારણે કુતરાઓ વ્યક્તિને કરડવા દોડે છે.
કુતરાઓના કરડવાના કિસ્સામાં સૌથી વધારે ભોગ બાળકો બને છે. રવિવારને બે વર્ષની એક બાળકી પર 3 કુતરાઓએ હુમલો કર્યો. બાળકીના હાથ,પગ અને પેટના હિસ્સાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો. હાલ બાળકી સારવાર હેઠળ છે અને આઇસીયુમાં દાખલ છે. જો કે કુતરાએ ઉંડે સુધી બચકા ભર્યા હોવાના કારણે ફેફસાને પણ નુકસાન પહોંચ્યું છે. જ્યારે 8 ફેબ્રુઆરીએ સુરતમાં જ કુતરાના હુમલાથી એક બાળકીનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT