મહીસાગર: રાજ્યમાં રખડતાં પશુઓનો આતંક યથાવત રહ્યો છે. એક તરફ રસ્તા પર આખલા, બિન વારસી ગાય સહિતના પશુથી લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે હવે રખડતાં કુતરાએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. કુતરાના કરડવાની અને કુતરાના કારણે મૃત્યુ પામવાની એક બાદ એક ઘટના સામે આવે છે. આ દરમિયાન મહીસાગરમાં કુતરા કરડવાની ઘટના સામે આવી છે. બાલાસિનોરના હોળી ચકલા વિસ્તારમાં એકજ દીવસમાં 10 થી વધુ લોકોને કુતરા કરડ્યા હોવાની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
મહીસાગર જિલ્લા બાલાસિનોરમાં રખડતા કુતરાઓ આંતક મચાવી રહ્યા છે. આ દરમિયાન બાલાસિનોર શહેરમાં દિવસે ને દિવસે કુતરાઓ કરડવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં બાલાસિનોર શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર સામે રોહીત વાસ , પ્રણામી મંદિર વિસ્તારમાં 25 જેટલા રાહદારીઓને કુતરા કરડી ચૂક્યા છે. ત્યારે આજે 6 વર્ષના બાળકની પાછળ કૂતરું દોડતા તે ઇજાગ્રસ્ત થયો છે. અને ટાંકા આવ્યા છે. આ સાથે કરડી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારતમાં કોરોનાના કેસોમાં 38%નો ઉછાળો, 24 કલાકમાં 7,830 કેસ નોંધાયા
લોકોમાં ભારે રોષ
ત્યારે કુતરા કરડવાની ઘટનાને લઈ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે સમગ્ર બાલાસિનોર શહેરમાં રાહદારીઓને કૂતરા કરડતા પ્રજા અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નગર પાલિકામાં કુતરા કરડવા અંગે ઈલાજ માટે કોઈ સુવિધા ન હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી પ્રજામાં માંગ ઉઠી છે.
(વિથ ઈનપુટ: વિરેન જોશી, મહીસાગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT