જંગલનો રાજા કૂતરાઓથી ડરીને ભાગ્યો? ગીર સોમનાથમાં સિંહ પાછળ કૂતરાનું ટોળું દોડતો વીડિયો વાઈરલ

ભાર્ગવી જોશી/ગીર સોમનાથ: ગીરના જંગલમાંથી ઘણીવાર સિંહો ગામ સુધી પહોંચી જતા હોય છે. ઘણીવાર સિંહો શિકારની શોધમાં સોસાયટીમાં પણ પહોંચી જતા હોય છે. ત્યારે હાલમાં…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/ગીર સોમનાથ: ગીરના જંગલમાંથી ઘણીવાર સિંહો ગામ સુધી પહોંચી જતા હોય છે. ઘણીવાર સિંહો શિકારની શોધમાં સોસાયટીમાં પણ પહોંચી જતા હોય છે. ત્યારે હાલમાં ગીર સોમનાથના એક ગામનો વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં ગામમાં શિકાર માટે આવેલા સિંહ પાછળ 8-10 કૂતરાઓનું ટોળું પડી જાય છે. વીડિયોમાં સિંહ આગળ દોડતા દેખાય છે, જ્યારે પાછળ કૂતરાઓનું ટોળું દોડી રહ્યું છે.

સિંહ પાછળ કૂતરાના ટોળાની દોટ
ખરેખર આ વિડિયો ગીર સોમનાથના ગીર-સાસણ બોર્ડર પાસેના ગામનો છે. જ્યાં મોડી રાત્રે સિંહ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. જેને જોઈને સૌ લોકો ડરી ગયા, ત્યારે અચાનક આઠ-દસ કૂતરાનું ટોળું આવીને ભસવા લાગે છે. ત્યારે સિંહ ડરી ગયો અને ઝડપથી દોડવા લાગ્યો. ગાયોનું ટોળું સામે આવ્યું, સિંહને લાગ્યું કે તે શિયાળ બની ગયો છે અને ઝડપથી દોડવા લાગ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને બધા કહી રહ્યા છે કે એકતાની શક્તિ સિંહને પણ ડરાવી શકે છે.

આ સાથે અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બે સિંહો એક કબર પર પહોંચ્યા અને માથું નમાવ્યું. ખરેખર આ વિડીયો ગીર સોમનાથનો છે જ્યાં બે સિંહો ખેતર પાસે એક કબર પર પહોંચ્યા અને જેમ માણસ માથું ટેકવીને આશીર્વાદ માંગે છે તે જ રીતે સિંહે પણ નમીને આશીર્વાદ માંગ્યા હતા. ફાર્મના માલિકે આ વીડિયો બનાવ્યો છે. આ વીડિયો ગીરગઢડા તાલુકાના ખિલવાડ ગામનો હોવાનું માનવામાં આવે છે. ગામ પાસે આવેલ ગેબન શાહ પીરની દરગાહ પર સિંહને સલામી આપતો વીડિયો જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા છે. સિંહને ધાર્મિક સ્થળો પર આવીને આ રીતે પ્રાર્થના કરતા ક્યારેય જોયા નથી. હાલમાં બંનેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

    follow whatsapp