હિંમતનગર : અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે બપોરે અમદાવાદ આવ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં શિક્ષણ અને સ્વાસ્થય અંગેની કેટલીક જાહેરાતો પણ કરી હતી. ત્યાર બાદ તેઓ હિંમતનગર ખાતે જવા રવાના થયા હતા. જ્યાં હિમતનગર ટાઉનહોલ ખાતે વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી. ટાઉનહોલ ખાતે મોટા પ્રમાણમાં લોકો હાજર હતા.
ADVERTISEMENT
સવાલ પુછનાર દરેક વ્યક્તિના હાથમાં કાગળ જોવા મળ્યો
અહીં પણ કેજરીવાલ-સિસોદીયાએ લોકોના સવાલ અને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સવાલ જવાબ દરમિયાન એક બાબત ઉડીને આંખે વળગે તેવી હતી કે સવાલ પુછનાર દરેક વ્યક્તિનાં હાથમાં કાગળ હતો. કેટલાક લોકો તો સીધુ કાગળમાંથી વાંચીને જ બોલવા લાગ્યા હતા. જેથી આ સવાલો પાર્ટીની જ કોઇ વ્યક્તિ દ્વારા ગોખાવવામાં આવ્યા હોય અથવા તો બહારથી જ કોઇ વ્યક્તિઓએ સભામાં હાજર લોકોને આપ્યા હોઇ તેવી શક્યતા છે.
આ અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, દિલ્હીમાં કેટલાક પાથરણાવાળા બેસતા હોય છે. જેઓ ખોટુ નાટક ઉભુ કરતા હોય છે અને ખરીદનારા પણ તેમના હોય અને વેચનારા પણ પોતે જ હોય અને રસ્તે જતા લોકોને ભરમાવીને વસ્તુ પધરાવી દેતા હોય છે. તેવી જ પ્રકૃતિ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓની છે. પરંતુ ગુજરાતની પ્રજા શાણી છે તે આ ઠગોની સામે પણ નહી જુએ અને પાછા દિલ્હી મોકલી આપશે. અગાઉ પણ તેમનો એક્ટર પકડાઇ ચુક્યો છે.
આમ આદમી પાર્ટીમાં સવાલ પુછનારો એક્ટર અગાઉ ઝડપાઇ ચુક્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભાજપ આમ આદમી પાર્ટી અને તેના સવાલો અંગે સવાલ ઉઠાવતી રહી છે. અગાઉ એક ઝલદ સવાલ પુછનારો વ્યક્તિ શાહબાઝ ખાન એક્ટર હોવાનું સામે આવ્યું હતું. પહેલા શાહબાઝ ખાન અને તેના સવાલો વાયરલ થયા હતા અને ત્યાર બાદ આ શાહબાઝ ખાનને એક્સપોઝ કરવામાં આવ્યો હતો અને તે વાયરલ થયું હતું. જેથી આમઆદમી પાર્ટીને ભાજપ તથા અન્ય ઘણા લોકો દ્વારા ટ્રોલ પણ કરવામાં આવી હતી.
શું આમ આદમી પાર્ટી સ્ક્રિપ્ટેડ સવાલો પુછે તે ભાજપનો દાવો સાચો છે?
તેવામાં સવાલ થાય છે કે, શું આમ આદમી પાર્ટી સાચે જ સ્ક્રિપ્ટેડ સવાલો પુછે છે અને લોકોને પહેલાથી જ સવાલો આપીને તૈયાર કરાવે છે. નોંધનીય છે કે, આ સવાલ જવાબ દરમિયાન એક વ્યક્તિએ તો સવાલ પુછવાનાં બદલે હાથમાં રહેલા કાગળમાંથી વાચવાનુ શરૂ કરી દીધું હતું. જેથી ગોપાલ ઇટાલીયાએ તેનો સવાલ પુરો થાય તે પહેલા જ નેક્સ્ટ કહીને આડકતરી રીતે તેને બેસાડી દીધા હતા.
જે વ્યક્તિ પોતે પીડિત હોય તેને કાગળ કે તેમાથી વાંચવાની કેમ જરૂર પડે?
જે વ્યક્તિનો પોતાનો સવાલ હોય અથવા તો તે સમસ્યાથી પીડિત હોય તો સામાન્ય રીતે તેને કાંઇ વાચવું પડતું નથી હોતું તે પોતાની હૈયાવરાળ ઠાલવી જ દેતો હોય છે. તેના માટે તેને કોઇ લખાણની જરૂર હોતી નથી. જો કે અહીં તો સવાલ પુછનારા મોટા ભાગના વ્યક્તિઓનાં હાથમાં સફેદ કાગળ જોઇ શકાતો હતો.
ADVERTISEMENT