અમદાવાદઃ ગુજરાત સરકારની ભરતીઓની કમાન જેમના હાથમાં છે તે IPS હસમુખ પટેલ એવો ચહેરો છે જેમના પર યુવાન વિદ્યાર્થીઓ પણ ભરોસો કરે છે. તેઓ અવારનવાર ભરતીઓને લઈને અને પરીક્ષાઓને લઈને ઉમેદવારોને કોઈ મુશ્કેલીઓ ના પડે અથવા તો તેમની મુશ્કેલીઓ ઓછી કરી શકાય તે માટે વીડિયો કે માધ્યમો થકી માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. હાલમાં જ હસમુખ પટેલે વધુ એક વીડિયો માધ્યમથી સરકારી ભરતીના અને ખાસ કરીને જુનિયર કલાર્ક તથા તલાટી કમ મંત્રીની પરીક્ષાના ઉમેદવારોએ સાંભળવો જરૂરી છે. કારણ કે અહીં તેમણે દસ્તાવેજ ચકાસણીને લઈને વાત કરી છે. ડોક્યૂમેન્ટ વેરિફિકેશન એક અગત્યનું પગલું છે જેના અંગે ઉમેદવારે જાણી લેવું જોઈએ નહીં તો ઘણી વખત પરીક્ષામાં પાસ થયા હશો તો પણ નોકરીમાંથી હાથ ધોવો પડી શકે છે.
ADVERTISEMENT
ગુજરાતના શિક્ષણ જગતની વાસ્તવિકતા: શું આ હરકત વિભાગ તવંગરોના બાળકો સાથે કરી શકતું?
ખુદ હસમુખ પટેલ પણ આ વાત કરી રહ્યા છે કે દસ્તાવેજી ચકાસણી એક મહત્વની બાબત છે. અને ઘણી વખત પાસ થયા હોવા છતા પણ ઉમેદવારે નોકરી ગુમાવી હોય તેવા પણ કિસ્સા બની ચુક્યા છે. તો આવો જોઈએ હસમુખ પટેલ શું કહે છે.
ADVERTISEMENT