માનવતા મરી પરવારી: ડોક્ટરે પૈસા કમાવવા અનેક 'જીવ' સાથે રમી રમત, તંદુરસ્ત બાળકોને બીમાર બતાવી પડાવ્યા કરોડો

Rajkot Crime News: આપણા ત્યાં ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે. આપણને કોઈ શારીરિક સમસ્યા હોય તો ડોક્ટરો તેની સારવાર કરે છે. પરંતુ હાલ જે બનાવ સામે આવ્યો છે તેના વિશે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે.

Rajkot Crime News

રાજકોટનો લાલચું ડોક્ટર માનવતા ભુલ્યો

follow google news

Rajkot Crime News: આપણા ત્યાં ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે. આપણને કોઈ શારીરિક સમસ્યા હોય તો ડોક્ટરો તેની સારવાર કરે છે. પરંતુ હાલ જે બનાવ સામે આવ્યો છે તેના વિશે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. હકીકતમાં રાજકોટના એક તબીબે રૂપિયા કમાવવા માટે માનવતા નેવે મૂકી છે. ડોક્ટરે તંદુરસ્ત બાળકોના સાચા રિપોર્ટમાં છેડછાડ કરી તેને ગંભીર બીમારી બતાવીને અધધ રૂપિયા પડાવ્યા છે.  આ ડોક્ટરે માત્ર પૈસા જ નહીં પણ અનેક પરિવાર સાથે રમત કરી છે. ડોક્ટરની કાળી કરતૂત સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. 

બીમારી ન હોવા છતાં હોસ્પિટલમાં રાખ્યા

શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલના ડો.હિરેન મશરૂએ કાળી કમાણી કરવા માટે માનવતાને નેવે મૂકી દીધી છે. પોતાના માસુમ બાળકો જલદી સાજા થઈ જાય તેવી આશાએ દૂર-દૂરથી હોસ્પિટલ ખાતે આવતા માતા-પિતાના વિશ્વાસનો ગેરલાભ આ ડોક્ટરે ઉઠાવ્યો છે. બાળકોને કોઈ બીમારી ન હોવા છતાં  અનેક દિવસો સુધી નળીઓમાં સિરિન્જ ભોંકાવી રાખી કાળી કમાણી કરતા આ ડોક્ટરની કરતૂતો બહાર આવી છે. આ ડોક્ટરની કરતૂતો જાણીને તમારું પણ લોહીં ઉકળી જશે. 

આ પણ વાંચોઃ રાજકોટમાં કોંગ્રેસ નેતાનો જાહેરમંચ પર બફાટ, મહાત્મા ગાંધી વિશે આપ્યું વિવાદિત નિવેદન

 

આ રીતે આચરતો હતો કૌભાંડ

એક રિપોર્ટ મુજબ, હોસ્પિટલ ખાતે નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ ગાયનેક રીફર કરે તેવા કેસમાં આ ડોક્ટર સૌથી પહેલા તો પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે કે નહીં તેની તપાસ કરતો. બાદમાં  ડો.મશરૂ બાળકના સેમ્પલ લઈને મંગલમ લેબોરેટરીમાં મોકલતો, બાદમાં કોઈ સમસ્યા ન હોય તો તે રિપોર્ટમાં ચેડાં કરી એડિટિંગ કરી તેના આંકડા ફેરવી ઈન્ફેક્શન બતાવી નવજાતને 7થી 10 દિવસ NICUમાં દાખલ કરી દેતો અને આ રિપોર્ટને આયુષ્માન યોજનાના સરકારી પોર્ટમાં ઉપલોડ કરી મંજૂરી મેળવી લેતો અને પ્રતિ દિવસ 9થી 10 હજાર રૂપિયા મેળવતો.

આ પણ વાંચોઃ ભાજપના કાર્યકરોને ક્ષત્રિયોએ ભગાડ્યા, પ્રચાર કરવા ગયેલા નેતાજીને ગ્રામજનોએ ગામની બહાર કાઢ્યા

 

જુલાઈ 2023થી ચાલી રહ્યું હતું કૌભાંડ

એક રિપોર્ટ મુજબ, ડો. મશરુનું કારસ્તાન ચાર વર્ષથી ચાલી રહ્યું છે. આ ડોક્ટરે જુલાઈ 2023થી અત્યાર સુધીમાં 523 દર્દીની સારવાર કરી છે અને 2.53 કરોડ રૂપિયા મેળવી લીધા છે. કમાણી કરવાની લ્હાય ડોક્ટરે નિયમો, સંવેદના નેવે મુકી દીધી અને સાવ સાજા નરવા બાળકોના રિપોર્ટ સાથે ચેડાં કરી તેમને બીમાર બતાવ્યા. એટલું જ નહીં તેમની સારવાર કરી 8 મહિનામાં અઢી કરોડ વસૂલ્યા છે. જો આ ઘટનાની ઉંડાણથી તપાસ કરવામાં આવે તો અનેક મોટા ખુલાસા થઈ શકે છે.

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ


 

    follow whatsapp