તથ્યના DNA ટેસ્ટના રિપોર્ટમાં કેવી કેવી વિગતો આવી સામેઃ બે દિવસમાં ચાર્જશીટ થઈ શકે છે દાખલ

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જનારા તથ્ય પટેલની એક નહીં અન્ય ઘણી કરતૂતો સામે આવવા લાગી છે. જ્યાં ગાંધીનગરમાં મંદિરમાં કાર ઘૂસાડી દેવાની…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જનારા તથ્ય પટેલની એક નહીં અન્ય ઘણી કરતૂતો સામે આવવા લાગી છે. જ્યાં ગાંધીનગરમાં મંદિરમાં કાર ઘૂસાડી દેવાની પણ ઘટના અગાઉ બની હતી તો અન્ય એક થાર કારથી દીવાલમાં અકસ્માત કરવાની પણ ઘટના સામે આવી હતી. એક પછી એક તેના એવા કારનામા સામે આવી રહ્યા છે કે તેની અવડચંડાઈને છતી પાડી રહ્યા છે. આ ઘટનામાં જ્યાં મૃતકોના પરિવાર ન્યાયની માગ કરી રહ્યા છે ત્યાં પોલીસ વિવિધ પુરાવાઓ એકત્ર કરી કોર્ટમાં હાજર થવા તૈયારી કરી રહી છે. આ કેસમાં બે દિવસની અંદર ચાર્જશીટ પણ ફાઈલ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

તથ્ય સામે કેવા કેવા પુરાવાઓ પોલીસને મળ્યા?
હાલમાં જ તથ્ય પટેલની સ્પીડ 141.27 એફએસએલમાં સામે આવી હોવાની વિગતો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મીડિયા સમક્ષ મુકાઈ હતી ત્યાં યુકેથી જેગુઆર કંપનીના આવેલા રિપોર્ટમાં કાર 138ની સ્પીડમાં લોકો સાથે ટકરાઈ અને 108ની સ્પીડ પર લોક થઈ ગયાનું સામે આવ્યું હતું. જેમાં તથ્યએ કારની બ્રેક લગાવી ન્હોતી તેવો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો. બેજવાબદાર ડ્રાઈવીંગ માટે પંકાયેલા તથ્યના ડીએનએ રિપોર્ટ પણ કરાવાયા હતા. તથ્યના ડીએનએ રિપોર્ટ પોલીસે કેમ કરાવ્યા હતા તેને લઈને કદાચ આપને સવાલ જરૂર હશે. પરંતુ ડીએનએ રિપોર્ટ સાથે પોલીસે એક મોટો પુરાવો પણ મેળવ્યો છે. તથ્યની જેગુઆરની ડ્રાઈવીંગ સીટ પરથી મળી આવેલા વાળ સાથે તથ્યનો ડીએનએ રિપોર્ટ મેચ થયો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 17 સાક્ષીઓની જુબાની લેવાઈ છે. વીડિયો પુરાવા ઉપરાંત કોલ ડિટેઈલમાં તથ્ય પટેલની અકસ્માત સ્થળે હાજરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ડીએનએ રિપોર્ટમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે ડ્રાઇવિંગ સીટ પર તથ્ય જ હતો.

મારી 2024 ની ત્રીજી ટર્મમાં હિન્દુસ્તાન વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનશે

આ તરફ અમદાવાદ આરટીઓએ તથ્યનું ડ્રાઈવીંગ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી આરંભી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ પાસેથી આરટીઓએ જરૂરી વિગતો મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જે આવતાની સાથે જ હીયરિંગ કરીને તેનું લાયસન્સ રદ્દ કરવાને લઈને તજવીજ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ 2022માં જ ફેબ્રુઆરી મહિનામાં તથ્યને લાયસન્સ આપવામાં આવ્યું હતું.

શું બન્યો હતો બનાવ?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા થાર કારના અકસ્માતમાં કે જે કાર એક સગીર વયનો છોકરો ચલાવતો હતો. જે છોકરાના અકસ્માત બાદ લોકો ઈજાગ્રસ્તોને મદદ કરવા બ્રિજ પર ટોળા ભેગા થયા હતા ત્યાં જ પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર કે જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. તે કાર લોકોના ટોળામાં ઘૂસી જાય છે અને લોકોને ફંગોળી નાખે છે. 20 લોકોને ફંગોળી નાખનારી જેગુઆર કારની ઝડપ પણ અત્યંત વધારે હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ 9 વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે જશવંતસિંહ નામના પોલીસ કર્મચારી મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. જે પછી આ ઘટનામાં મૃત્યુઆંક 10 સુધી પહોંચ્યો છે. આ તરફ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈને પોલીસે તુરંત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો હતો. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા હતા. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા હતા. આજે તથ્યના આ રિમાન્ડ પુરા થયા હતા. પોલીસે તથ્યના ફર્ધર રિમાન્ડની માગણી કરી ન્હોતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે.

    follow whatsapp