Mehsana News : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. કોરોના બાદ પહેલીવાર વ્યવસ્થિત દિવાળીને કારણે લોકો ખરીદીમાં વ્યસ્ત છે. જો કે મહેસાણામાં દિવાળીની ખરીદી કરવા માટે ગયેલા ચાર લોકો કાળનો કોળીયો બની ગયા હતા. મહેસાણાના સતલાસણામાં દિવાળીની ખરીદી કરવા માટે ગયેલા 4 લોકો કાળનો કોળીયો બની ગયા હતા.
ADVERTISEMENT
સતલાસણાથી ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા
મહેસાણાના સતલાસણામાં દિવાળીની ખરીદી કરીને 4 લોકો પરત ફરી રહ્યા હતા. દુધના ટેન્કરે ટક્કર મારતા રિક્ષાનો કડુસલો વળી ગયો હતો. જેમાં 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જેથી દિવાળી પહેલાનો અંતિમ રવિવાર લોહીયાળ બન્યો હતો. મહેસાણાના ગોઠડા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. રિક્ષા અને દુધના ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
દિવાળીની ખરીદી માટે મહેસાણા આવ્યા હતા
બનાસકાંઠા જિલ્લાના કાટીવાસ ગામે રહેતા 7 લોકો ગામની રિક્ષામાં બેસીને દિવાળીની ખરીદી કરવા માટે સતલાસણા આવ્યા હતા. ખરીદી કરી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે ગોઠડા નજીક દૂધના ટેન્કરે ટક્કર મારતા અકસ્માતમાં 4 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
ADVERTISEMENT